Ad Code

ચૌલ સામ્રાજ્ય | Chola Dynasty


ચૌલ સામ્રાજ્ય

→ દક્ષિણ ભારતમાં વર્તમાનમાં તંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકકોટ્ટઈના પ્રદેશમાં આ સામ્રાજ્ય આવેલું હતું. ચૌલ રાજયને ચૂલ મંડલમ (કોરોમંડલ) નામે ઓળખાતું.

→ ‘ચોલ’નો સહુથી નિકટવર્તી શબ્દ ‘ચૂલ’ (= ચૂડ = શિર = શ્રેષ્ઠ) છે.

→ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્.

→ ચૌલ શબ્દની ઉત્પત્તિ તામિલ શબ્દ ચૂલ પરથી થઈ હોવાનું મનાય છે. પ્રાચીનતમ ઉલ્લેખ અશોકના શિલાલેખમાંથી મળે છે.

→ રાજધાની : ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે)

→ સંજ્ઞા : વાઘ

→ દ્રવિડ પ્રદેશના પ્રાચીન રાજાઓમાં ચોલ શિરોમણિ હતા, તેથી તે ચોલ (ચોળ) કહેવાયા.

→ પેરિપ્લસ ઑવ્ ધ એરિથ્રિયન સી અને ટૉલેમીની ‘ભૂગોળ’માં ચોલદેશ અને તેનાં પટ્ટ(બંદરો)નો ઉલ્લેખ છે.

→ સંગમ સાહિત્યમાં અનેક ચોળ રાજાઓનાં વર્ણન આવે છે. તેમાં કરિકાલ પ્રસિદ્ધ હતા.સમયમાં મૌર્ય સામ્રાજ્યની દક્ષિણમાં સૌપ્રથમ ચોળ રાજ્યનો ઉલ્લેખ મળે છે.

→ સાતમી સદીમાં હ્યુઅનશ્ર્વાંગે ચોળ દેશની મુલાકાત લીધી હતી.


કરિકાલ

→ પ્રારંભિક રાજાઓમાં તે નોંધપાત્ર રાજા હતો.

→ ચેર અને પાંડ્ય રાજાઓને હરાવીને પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું.

→ સિંહલદ્વીપ (શ્રીલંકા) પર આક્રમણ કરી તેના રાજાને હરાવ્યો હતો.

→ રાજધાની : તેણે ઉરેયરને બદલે કાવેરી નદીના મુખ પાસે આવેલ કાવેરીપટ્ટનમને રાજધાની બનાવી.


પેરૂગરકિલ્લી

→  તેણે રાજસૂય યજ્ઞ કર્યા હોવાના ઉલ્લેખો મળે છે.


વિજયપાલ (ઈ. સ. 850–871)

→ 9 સદીના મધ્યમાં વિજયપાલના નેતૃત્વમાંચૌલોનું પુનરૂત્થાન થયું.

→ સંભવિત રીતે તેઓ શરૂઆતના સમયમાં પલ્લવોના સામંત હતા.

→ વિજયપાલે પાંડયોની નિર્બળ શક્તિનો લાભ ઉઠાવી તાંજોર પર અધિકાર કરી લીધો.

→ તાંજોરમાં તેમણે દુર્ગાદેવીના મંદિરનુ નિર્માણ કરાવ્યું.

→ રાજધાની : તાંજોર


આદિત્ય – 1 (ઈ. સ. 871–907)

→ રાજા આદિત્ય શૈવપંથી હતો.

→ તેણે કાવેરી નદીના બન્ને કિનારે શિવ મંદિરો બંધાવ્યા.

→ તેણે પોતાના પુત્ર પરાન્તકાના લગ્ન ચેર રાજકુમારી સાથે કર્યા

→ તેણે પલ્લવ રાજા અપરાજિત વર્માને હરાવી તોંડઈમંડલમને પોતાના રાજયમાં ભેળવી દીધું.

→ તેણે ગંગ રાજ્યની રાજધાની તલકાંડને પણ જીતી લીધી હતી.


પરાન્તક 1 (ઈ. સ. 907થી 953)

→ પિતા : આદિત્ય – 1

→ દ્રવિડ દેશમાં ચોળ આધિપત્યની સ્થાપના વાસ્તવમાં પરાન્તક પ્રથમ ના સમયમાં થઈ.

→ ઉપાધિ : મેદૂરૈકોંડ (મદુરાને જીતનાર{મદુરાના પાંડ્ય રાજાને હરાવ્યો}), મદુરાન્તક (મદુરાનો નાશ કરનાર), કુંજરમલ્લ (હાથીઓ સાથે કુસ્તી કરનાર)


→ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાના હાથે ચોળ રાજા હાર્યો અને યુદ્ધમાં પરાન્તકનો પુત્ર રાજાદિત્ય માર્યો ગયો. પરાન્તકના પુત્રોના સમયમાં ચોળોની શક્તિ થોડા સમય માટે મંદ પડી ગઈ. ગૃહકલહને કારણે રાજ્ય નિર્બળ બન્યું. પરાન્તકના પૌત્ર સુન્દરનો પુત્ર રાજરાજ એક શક્તિશાળી રાજા થયો.




રાજારાજ પ્રથમ (ઈ. સ. 985થી 1014)

→ ચૌલ સામ્રાજ્યનો વાસ્તવિક સંસ્થાપક

→ અન્ય નામ : અરિમોલિવર્મન

→ પિતા : પરાન્તક

→ ઉપાધિ : રાજારાજ 1, શિવાપાદશેખર, જયગોંડ, ચૌલમાર્તન્ડ, મુમ્મુડિચોલદેવ

→ વિજય યુદ્ધો : ચેર, પાંડયો, વેંગીના પૂર્વી ચાલુક્ય, કલિંગ, ઉત્તરી સોલંકી લક્ષદ્વીપ અને માલદિવ

→ દક્ષિણ ભારતમાં નૌકાસામ્રાજ્ય ધરાવનાર રાજા હતો.


ધાર્મિક કાર્યો

→ તે શિવનો અનન્યા ભક્ત હતો.

→ તેણે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરનુ નિર્માણ કરાવ્યુ.

→ આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે.

→ તેણે જાવાના રાજાને પણ બૌદ્ધ વિહારના નિર્માણમાં સહાયતા કરી.
કૃષિ સંલગ્ન કાર્ય

→ ઈ.સ. 1000 તેણે જમીનની મોટાપાયે આકારણી કરાવી હતી.


વહીવટી કાર્ય

→ સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પ્રારંભ કરાવ્યો.

→ પુત્રને રાજ્યનો વારસદાર બનાવવાની પ્રથા અમલમાં મૂકી.








રાજેન્દ્ર -1 (ઈ. સ. 1012–1044)

→ પિતા : રાજારાજ પ્રથમ

→ ઉપાધિ : ગંગૈકૌન્ડ (ગંગાને જીતનાર), કડારનકોડન

→ રાજધાની : ગંગૈકૌન્ડ ચૌલપુરમ (વર્તમાન ગંગાકુંડપુરમ)

→ કાર્ય : રાજધાનીમાં તેણે ચોલગંગમ નામનું જળાશય બંધાવ્યું.

→ આ જળાશયમાં ગંગા નદીમાંથી લવાયેલું પવિત્ર જળ સંગ્રહ કરવામાં આવતું.

→ તેણે ગંગે કૌંડ ચોલપુરમ નામે બંદરીય શહેર વસાવ્યું.


વિજય યુદ્ધો

→ અગ્નિ એશિયાના સુમાત્રામાં આવેલા શૈલેન્દ્ર સામ્રાજ્યના મુખ્ય ગઢ કડારને જીતી તેણે કડારનકોંડ બિરુદ ધારણ કર્યું હતું.

→ શ્રીલંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને ચેર (કેરલ) અને પાંડયોના વિદ્રોહનું દમણ કર્યું.

→ તેણે નૌકાસેનાની મદદથી મલાયા તથા સુમાત્રા પર પણ વિજય મેળવ્યો.

→ તેણે દક્ષિણ ભારતમાં કલ્યાણીના ચાલુક્યો, વનવાસીના કદંબો અને મધ્યપ્રદેશના ગોંડવાનાને જીતી લીધા. તે પછી ઉત્તર ભારત પર વિજયપ્રસ્થાન કર્યું. તેની સેનાઓ (ઈ. સ. 1021–1025) કલિંગને પાર કરીને ઓડ્ર (ઊડીસા), દક્ષિણ કોસલ, બંગાળ અને મગધ પસાર કરતી ગંગા સુધી પહોંચી. આ વિજયને કારણે તેણે ‘ગંગૈકોંડ’ બિરુદ ધારણ કર્યું અને ગંગૈકોંડ-ચોલાપુરમ્ નામનું નગર વસાવ્યું.








રાજાધિરાજ પ્રથમ (ઈ. સ. 1044–1052)

→ પિતા : રાજેન્દ્ર પ્રથમ

→ તેણે વેંગીના ચાલુક્ય શાસકને પરાજિત કર્યા હતા.

→ કોમ્પમના યુદ્ધમાં રાજાધિરાજ માર્યા ગયા.


રાજેન્દ્ર બીજો (ઈ. સ. 1052–1064)

→ રાજેન્દ્ર બીજાએ સોમેશ્વરની સેનાને હરાવી, યુદ્ધક્ષેત્રમાં પોતાનો રાજ્યાભિષેક કર્યો.


વીર રાજેન્દ્ર (ઈ. સ. 1063–1070)

→ તે રાજેન્દ્ર બીજાનો ભાઈ હતો.

→ તેણે કલ્યાણી ચાલુક્ય રાજા સોમેશ્વરને હરાવ્યા હતા.


અધિ રાજેન્દ્ર (ઈ. સ. 1068–1070)

→ પિતા : વીર રાજેન્દ્ર

→ શાસનકાળનો પ્રારંભ : 1070માં

→ શાસનકાળના વર્ષમાં જ બળવાખોરોનો સામનો કરતાં મૃત્યુ પામ્યા.

→ અધિરાજેન્દ્રના રાજ્યારોહણ વખતે સંઘર્ષ થયો, તે સમયે તેને ચાલુક્ય વિક્રમાદિત્યે મદદ કરી હતી, પરંતુ વિક્રમાદિત્યના પાછા ફર્યા પછી થોડા દિવસોમાં તેનો વધ થયો અને પૂર્વનો ચાલુક્ય રાજા રાજેન્દ્ર બીજો કુલોત્તુંગ પહેલો બિરુદ ધારણ કરી (ઈ. સ. 1070–1120) રાજા થયો. રાજેન્દ્ર બીજો વાસ્તવમાં વેંગીના ચાલુક્ય વંશનો હતો, પણ તે રાજેન્દ્ર પહેલાની પુત્રીનો પુત્ર હોવાથી ચોળોનો સંબંધી હતો અને તેનો ઉછેર અહીં થયો હતો. એવું કહેવાય છે કે રાજેન્દ્ર પહેલાએ તેને દત્તક લીધો હતો.


કુલોત્તુંગ પહેલો

→ તેને પરમાર રાજાઓ અને કલિંગના ચોળ ગંગ સાથે યુદ્ધ થયું હતું. તેને પશ્ચિમી ચાલુક્ય વિક્રમાદિત્ય સાથે પણ સંઘર્ષ થયો પણ તેનું કોઈ નિશ્ચિત પરિણામ ન આવ્યું.

→ કુલોત્તુંગ એક સફળ સૈનિક અને યોગ્ય શાસક હતો.

→ તેણે પાંડ્ય અને ચેર રાજાઓના વિદ્રોહને શાંત કર્યો.

→ તેણે ઈ. સ. 1118 સુધી રાજ્ય કર્યું.

→ તેનો અધિકાર ચાલુક્ય સામ્રાજ્ય પર સંપૂર્ણ ના રહ્યો, છતાં તેના શાસનકાળમાં ચોળ સામ્રાજ્ય શક્તિશાળી હતું.

→ તે આ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી સમ્રાટ હતો.

→ તેણે પ્રજાને સુખશાંતિ આપ્યાં.

→ તેના સમયથી વૈષ્ણવ અને શૈવ ધર્મોમાં વિરોધની શરૂઆત થઈ.




→ આ વંશનો છેલ્લો સ્વતંત્ર રાજા રાજેન્દ્ર ત્રીજો (ઈ. સ. 1246–1279) થયો જે ઈ. સ. 1279 સુધી રાજ્ય કરતો હતો.

→ આ સમયે પાંડ્ય રાજ્ય શકિતશાળી બન્યું હતું. તેણે ચોળોના પતનમાં મહત્વનો ભાગ ભજવ્યો.

→ જયવર્મન સુન્દર પાંડ્યે ચોળ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો.

→ સ્થાનીય ચોળ રાજાઓનું અંતિમ પતન ઈ. સ. 1310–11માં મલિક કાફૂરના આક્રમણથી થયું અને ચોળ રાજવંશનો અંત આવ્યો. ચોલ રાજ્ય લગભગ ચારસો વર્ષ સુધી ટક્યું.












Post a Comment

0 Comments