Ad Code

મૃણાલિની સારાભાઈ | Mrinalini Sarabhai


મૃણાલિની સારાભાઇ



→ જન્મ : 11 મે 1918

→ જન્મસ્થળ : અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ

→ મૃત્યુ : 21 જાન્યુઆરી 2016, અમદાવાદ

→ ઉપનામ :-'અમ્મા '

→ પુરુનામ:-મૃણાલિની વિક્રમ સારાભાઈ


જીવન ઝરમર

→ મૃણાલિની સારાભાઇ ભરતનાટ્યમ અને કથકલીના પારંગત હતા.

→ ભરતનાટ્યમ્ નૃત્યનું પ્રાથમિક શિક્ષણ મૃણાલિનીબહેને બાળપણમાં ‘કલાક્ષેત્ર’ ખાતે મન્નારકોઈલ મુથુકુમારમ્ પિલ્લે, કાંજીવરમના એલપ્પા, સી. પિલ્લે અને મીનાક્ષી સુંદરમ્ પિલ્લે જેવા દક્ષિણ ભારતના જાણીતા ગુરુઓ પાસેથી લીધું હતું.

→ કથકલી નૃત્યશૈલીની તાલીમ પણ તેમણે ગુરુ કુંજુ કુરુપના માર્ગદર્શન હેઠળ લીધી હતી.

1942માં ભારતના જાણીતા ભૌતિકવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
→ 1949માં મૃણાલિનીબહેને અમદાવાદ ખાતે ‘દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ’ નામની ર્દશ્યકલાઓને વરેલી સંસ્થાની સ્થાપના કરી હતી.

→ તેમની 100 મી જન્મજયંતીએ 11 મે 2018 ગુગલ ડુડલે પણ તેમની ઉજવણી કરી

→ તેઓ આંતરરાષ્ટ્રીય ડાન્સ કાઉન્સિલ-પેરિસના એકઝીકયુટીવ સભ્ય તરીકે નિમણુંક થયા હતા.

→ 28 ડીસેમ્બર 1998 થી મૃણાલિની સારાભાઇ 'પુરસ્કાર અપાયછે








લખેલાં પુસ્તકો

→ ‘લૉન્જિંગ ફૉર ધ બિલવિડ

→ હાઉ ટુ એચીવ યુનિયન વિથ ગૉડ થ્રૂ ભરતનાટ્યમ્’

→ ‘ધિસ અલોન ઇઝ ટ્ર્યૂ’ શીર્ષક હેઠળની એક નવલકથા

→ ‘ધ સેક્રેડ ડાન્સ ઑવ્ ઇન્ડિયા’

→ ‘ક્રિશ્ન, માય બિલવિડ’

→ ‘ક્રિયેશન્સ’

→ ‘કાન’

→ ‘સ્ટેજિંગ અ સંસ્કૃત ક્લાસિક’

→ ‘ધ વિઝન ઑવ્ વાસવદત્તા’

→ ‘નળદમયંતી’

→ ‘ક્રિશ્ન’, ‘કિરાતાર્જુન’

→ ‘રામાયણ’

→ ‘ગીતગોવિંદમ્’

→ , ‘ઉષા અને અનિરુદ્ધ’ – બધી જ કૃતિઓ બાળકો માટે છે.


એવૉર્ડ /સન્માન

→ ‘નાટ્યકલા શિખામણિ’, ‘વીર શૃંખલા મેડલ’ (1955)

→ ‘પદ્મશ્રી’ (1965)

→ ગુજરાત રાજ્ય ઍવૉર્ડ (1969)

→ સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ ફૉર ક્રિયેટિવ ઍન્ડ એક્સપેરિમેન્ટલ ડાન્સ (1970)

→ ફ્રેન્ચ આર્કાઇવ્ઝ ઇન્ટરનેશનલ નૃત્ય માટેનો ઍવૉર્ડ અને ડિપ્લોમા

→ શાંતિનિકેતન દ્વારા ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ ઉપાધિ (1979)

→ વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1984)

→ વિજયશ્રી ઍવૉર્ડ (1991)

→ પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ (1991)

→ ‘પદ્મભૂષણ’ (1992)

→ કેરળ કલામંડલમ્ ફેલોશિપ (1995)

→ ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઈસ્ટ એગ્લિયા, દ્વારા અપાયેલ ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ ઉપાધિ

→ 1990માં તેમને પૅરિસ ખાતેની ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલની કારોબારી પર સભ્ય તરીકે નીમવામાં આવ્યાં હતાં.

→ 1994માં તેમને સંગીત નાટક અકાદમી – નવી દિલ્હી દ્વારા ફેલોશિપ પ્રદાન કરવામાં આવી હતી.

→ મૃણાલિની સારાભાઈને વર્ષ 2014નો ‘શ્રી ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.












Post a Comment

0 Comments