Ad Code

Responsive Advertisement

Types of coal based on the carbon content of the coal | Coal |કોલસો


કોલસો



→ કોલસામા રહેલા કાર્બનના આધારે કોલસાના પ્રકારો નીચે મુજબ છે.

  1. પીટ કોલસો
  2. બિટુમીન કોલસો
  3. લિગ્નાઈટ કોલસો
  4. એન્થ્રેસાઈટ


પીટ કોલસો



→ આ કોલસો સૌથી નિમ્ન કક્ષાનો કોલસો ગણવામાં આવે છે, તેમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે.

→ કાર્બનનું પ્રમાણ 28% હોય છે.

→ રંગ : ભૂખરો




લિગ્નાઈટ કોલસો



→ કાર્બનના પ્રમાણમાં બીજા નંબરે આ કોલસો આવે છે.

→ કાર્બનનું પ્રમાણ : 28 થી 30 %

→ રંગ : બદામી

→ અન્ય નામ : બ્રાઉન કોલસો

→ લિગ્નાઈટ કોલસાનો ઉપાયોગ “કોલગેસ” મેળવવામાં થાય છે. અને અવશેષ રૂપે “કોલટાર” મળે છે,








→ કોલગેસમાં મુખ્ય વાયુ “કાર્બન મોનોક્સાઈડ” હોય છે.

→ લિગ્નાઈટ એ સૌથી વધુ ધુમાડો કરતો અને વધુ રાખ પાડતો કોલસો છે.

→ તેનો ઉપયોગ મુખ્યત્વે તાપવિદ્યુત મથકો અને રેલવેમાં થાય છે.

→ ગુજરાતમાં કચ્છ જિલ્લાના “પાનધ્રો”માં લિગ્નાઈટ વધુ માત્રામાં મળે છે.


બિટુમીન કોલસો



→ કાર્બનના પ્રમાણમાં ત્રીજો ક્રમ બિટુમીન ધરાવે છે.

→ કાર્બનનું પ્રમાણ : 78 -86%

→ તેમાંથી મળતા ડામર (બિટુમીન)ને લીધે આ કોલસો બિટુમીન કહેવાય છે.

→ તેમાંથી “કુદરતી વાયુ” અને “કોક” મેળવવામાં આવે છે.

→ કારખાનાઓમાં આ કોલસો વધુ વપરાય છે. ઉદાહરણ તરીકે પોલાદ બનવાવના કારખાના.










એન્થ્રેસાઈટ



→ સૌથી ઊંચી કક્ષાનો કોલસો જેમાં કાર્બનનું સૌથી વધુ પ્રમાણ છે.

→ કાર્બનનું પ્રમાણ : 94 થી 98%

→ રંગ : કાળો

→ તેનો મુખ્ય ઉપયોગ રહેઠાણોમાં ગરમી મેળવવા માટે થાય છે કારણ કે તેના દહનથી વાસ કે ધુમાડો થતો નથી.

→ લાખો વરશોએ પહેલા વનસ્પતિના જે અવશેષો જમીનમાં દટાયા હોય તેના પર દબાણ આને ભૂતાપીય પ્રક્રિયાઓથી “કોલસો” બને છે. જેને “ખનીજ કોલસો” કહે છે.















Post a Comment

0 Comments