અંત: કોષરસ જાળ (Endoplasmic Reticulum)


અંત: કોષરસ જાળ (Endoplasmic Reticulum)



→ સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલા નલિકામય, પટલમય રચનાઓના જાળાને અંત: કોષરસ જાળ કહે છે.

→ તે પ્રાણીઓ અને વનસ્પતિ બંનેમાં જોવા મળે છે.

→ તેની શોધ પૉર્ટર એ કરી હતી.

→ તેના બે પ્રકાર છે.

  1. ખરબચડી (કલિકામય)
  2. લીસી (કલિકાવિહીન) અંત: કોષરસ જાળ








ખરબચડી (કલિકામય)



→ જે અંત: કોષરસ જાળની બાહ્ય સપાટી પર રીબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે, તેને ખરબચડી (કલિકામય) અંત: કોષરસ જાળ કહે છે.

→ પ્રોટીનના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી હોય છે.


લીસી (કલિકાવિહીન) અંત: કોષરસ જાળ



→ રીબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંત:કોષરસજાળ લીસી લાગે છે, તેને લીસી (કલિકાવિહીન) અંત: કોષરસ જાળ કહે છે.

→ સ્ટિરોઈડ (લિપિડ)ના સંશ્લેષણનું કાર્ય કરે છે.















Post a Comment

0 Comments