DNA ની રચના | Structure of DNA


DNA ની રચના (Structure of DNA)



→ ઈ.સ. 1953માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનીઓએ DNAના અણુની રચના દર્શાવતું મોડેલ રજૂ કર્યું હતું.

→ DNAનું પૂરું નામ : ડિઓક્સિરિબો ન્યુક્લિક એસિડ

→ તે દ્વિસર્પીલાકાર અથવા બેવડાકુંતલાકારના હોય છે.

→ DNA એ એક પેઢી માંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે.

→ DNA એ જનીનિક માહિતીનું વહન કરે છે.

→ તે રંગસૂત્રનું એક અગત્યનું ઘટક છે.

→ તે એક એવો મહા અણુ છે કે જેના બંધારણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ન્યુક્લિઓટઈડસ એકમો આવેલા છે. તેથી તેને પોલિ ન્યુક્લિઓટાઈડ કહે છે.











→ ન્યુક્લિઓટાઈડ એ ત્રણ પ્રકારના ઘટકો ધરાવે છે.

  1. નાઇટ્રોજન બેઈઝ (ક્ષાર)
  2. પેંટોઝ શર્કરા (RNA માં રિબોઝ અને DNAમાં ડિઓક્સિરિબોઝ)
  3. ફોસ્ફેટ જૂથ



→ ન્યુક્લિઓટાઈડના નાઇટ્રોજન બેઈઝના આધારે ચાર પ્રકાર છે.

  1. એડેનીન (A)
  2. ગ્વાનિન (G)
  3. સાયટોસીન (C )
  4. થાઈમીન (T)




Post a Comment

0 Comments