Ad Code

Responsive Advertisement

એલ.એમ . સિંઘવી સમિતિ (લક્ષ્મીમલ સિંઘવી) – ઈ.સ. 1986| L.M. Singhvi Committee (Lakshimal Singhvi) – E.S. 1986


એલ.એમ . સિંઘવી સમિતિ (લક્ષ્મીમલ સિંઘવી) – ઈ.સ. 1986



→ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવવા માટે 16 જૂન, 1986ના રોજ રાજીવ ગાંધી સરકાર દ્વારા ડો. લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી.

→ એલ.એમ . સિંઘવી સમિતિએ પોતાનો અહેવાલ 5 નવેમ્બર, 1986ના રોજ સરકારને સોંપ્યો.











ભલામણો



→ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી નિયમિત અને નિષ્પક્ષ રીતે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે.

→ પંચાયતમાં પક્ષીય રાજનીતિ ન હોય

→ ન્યાય પંચાયતો અથવા ગ્રામ્ય ન્યાયાલયોનિ ઉચિત વ્યવસ્થા થાય.

→ કેન્દ્ર સરકાર પ્રત્યેક રાજ્ય માટે રાજ્ય નાણાં પંચની રચના કરે અને પંચાયતી રાજમાં વિકાસ કાર્યો માટે નાણાંની જોગવાઈ કરે.

→ પંચાયતી રાજ સંસ્થાઓને કરો નાખવાની સત્તા આપવામાં આવે.

→ દરેક રાજ્યમાં રાજય સ્થાનિક સ્વશાસન સંસ્થા અને કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય સ્થાનિક સ્વશાસન સંસ્થા બનાવવામાં આવે.

→ પંચાયતી રાજના વિવાદોને ઉકેલવા ટ્રિબ્યુનલ બનાવવામાં આવે.




Post a Comment

0 Comments