શૈવ ધર્મ | Shaivism


શૈવ ધર્મ



ઉદભવ અને વિકાસ



→ શિવ કે રુદ્રશિવની ઉપાસના સાથે સંકળાયેલ શૈવ સંપ્રદાયનો ઉદય ઈસુની પૂર્વ સદીઓમાં થયો છે.

→ હડપ્પીયકાલીન યુગમાં પશુપતિના રૂપમાં શિવની પુજા કરવામાં આવતી હતી.

→ શૈવ ધર્મના લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે.

→ મત્સ્ય પુરાણમાં લિંગ પૂજાનું પહેલું સ્પષ્ટ વર્ણન જોવ મળે છે.

શૈવ ધર્મના મુખ્ય સંપ્રદાય



પાશુપત સંપ્રદાય



→ વાયુ અને લિંગ પુરાણોના વિવરણ મુજબ આ સંપ્રદાયના સ્થાપક લકુલીશ હતા.

→ એક કથા અનુસાર મહેશ્વર શિવ સ્મશાનમાં પડેલા એક મૃતદેહના શરીરમાં પ્રવેશ કરીને લકુલીશ નામે અવતર્યા.

→ આ સ્મશાન એટ્લે હાલનુ કાયાવરોહરણ (વડોદરા , ગુજરાત)

→ આ ચારેય શિષ્યો પાશુપત સંપ્રદાયના આચાર્ય માનતા હતા.

→ લકુલીશે પાશુપત સંપ્રદાયનો સિદ્ધતોનું પ્રતિપાદન કર્યું.

→ લકુલીશે શૈવ – સાધુઓનું આચાર – વિષયક નિયમો નક્કી કરવા માટે “પંચાર્થ – વિદ્યા” અથવા “પંચાધ્યાયી” નામના ગ્રંથની રચના કરી.











કાપાલિક સંપ્રદાય



→ શૈવ ધર્મનો એક સંપ્રદાય છે.

→ આ સંપ્રદાયના આરાધ્ય દેવ ભૈરવ છે.

→ ભૈરવને શિવના અવતાર માનવમાં આવે છે.

→ ભૈરવને સૃષ્ટિના સર્જક અને સંહારક માનવમાં આવે છે.

→ આ સંપ્રદાયના અનુયાયીઓ સુરાપાન અને અતિસ્ય ભોજન કરવું તેને પોતાની સાધનાનું એક અંગસમ માને છે.

→ આ સંપ્રદાયના અનુયાયી જટા રાખતા, શરીર પર સ્મશાનની ભસ્મ ચોળતા, સ્મશાનમાં રહેતા, ગાળામાં નર – ખોપરીઓની માળા પહેરતા.




કાલામુખ સંપ્રદાય



→ કાપાલિકોનો એક વર્ગ “કાલામુખ” કહેવાનો હતો.

→ કાલામુખ સંપ્રદાયના લોકોને મહાવ્રતધર કહેવાય છે.

→ પહેરવેશ કાપાલિકો જેવો જ હતો.

→ દક્ષિણ ભારતના તમિલ શૈવ ભકત કવિઓને “નયનાર” કહેવાય છે.

→ તેઓ અડિયારના નામથી પણ ઓળખાય છે.




Post a Comment

0 Comments