અશોક મહેતા સમિતિ - ઈ.સ. 1977 | Ashok Mehta Committee - E.S. 1977


અશોક મહેતા સમિતિ - ઈ.સ. 1977



→ પંચાયતી રાજને મજબૂતાઈ આપવા માટે જનતા સરકાર (મોરારાજી દેસાઈ) દ્વારા આ સમિતિ 12 ડિસેમ્બર, 1977 ના રોજ બનાવવામાં આવી અને આ સમિતિએ પોતાનો અહેવાલ 21 ઓગષ્ટ, 1978 ના રોજ સુપ્રત કર્યો પરંતુ મોરારજી દેસાઈની સરકાર ન રહેતા આ સમિતિની ભલામણોનો સ્વીકાર ન થઈ શક્યો.

→ આ સમિતિએ કુલ 132 ભલામણો કરી હતી તે પૈકીની કેટલીક મહત્વની ભલામણો નીચે મુજબની છે.

ભલામણો



→ ત્રિ-સ્તરીય પંચાયતી રાજને દ્વિસ્તરીય પધ્ધતિમાં પરિવર્તિત કરવું જોઈએ. (ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત)

→ બંધારણમાં ફેરફાર કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાને બંધારણીય દરજ્જો આપવો.

→ પંચાયતોને સુપરસિડ કરવાની રાજયોની સત્તા મર્યાદિત છ મહિનાની અંદર નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ એટલુંજ નહિ. સુપરસીડના પગલાં અંગે વિધાનસભાને વિશ્વાસમાં લેવી.

→ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિયમિત સમયાંતરે કરવી.

→ ન્યાયપંચાયતનું નવનિર્માણ કરવું જોઈએ. જેની અધ્યક્ષતા યોગ્ય ન્યાયાધીશ કરશે.












→ સામાજિક ઓડિટની વ્યવસ્થા કરવી.

→ પંચાયતી ચૂંટણીમાં પણ બધાજ સ્તરોએ રાજકીય પાર્ટીઓ ભાગ લઈ શકે.

→ જિલ્લા પરિષદની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ અને તેનો અધ્યક્ષ બિન-સરકારી વ્યક્તિ હોવો જોઈએ.

→ પોતાના આર્થિક સ્ત્રોત માટે પંચાયતી રાજસંસ્થાઓ પાસે કરાધાનની અનિવાર્ય શક્તિ હોવી જોઈએ.




Post a Comment

0 Comments