અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી
→ ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલી કેટલીક મહત્વની માહિતીઓ નીચે પ્રમાણે છે.
પોર્ટુગીઝ સાધનસામગ્રી
→ પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ –ગામા ભારતમાં આવ્યો (ઈ.સ. 1498) ત્યારથી લઈને 1963 સુધીની પોર્ટુગીઝ ઈતિહાસ સાથે સંકળાયેલ સાધનસામગ્રીનો અત્રે સમાવેશ છે.
→ આ સમયને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજ ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક ગોવામાંથી મળ્યા છે.
→ પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો પત્રવ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લીસબન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યો છે.
→ ગોવા અને લીસબનના દસ્તાવેજો પર આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ એફ.સી. ડનવર્સે “રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડઝ” (1892) પ્રસિદ્ધ કર્યો.
→ ડો.જી.એમ. મોરાયસે “હિસ્ટ્રી ઓફ ક્રિશ્વિયાનિટી ઈન ઈન્ડિયા” જેવા મહત્વપૂર્ણ ગ્રંથમાં પોર્ટુગીઝોની ભારતમાં થયેલી પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો છે.
→ ભારતીય વિદ્યાભવન ગ્રંથશ્રેણીના આધુનિક ભારત વિશેના ગ્રંથોમાં પણ ડો. આર.સી. મજમુદાર જેવા સમર્થ ઈતિહાસકાર અને અન્ય ઈતિહાસકારોએ ભારતમાં પોર્ટુગલ રાજ્ય શાસનનો અહેવાલ અને ઈતિહાસ આલેખ્યો છે.
→ “મુંબઈ ગેઝેટિયર” અને “કેમ્બ્રિજ ઈંડિયન હિસ્ટ્રી” ગ્રંથ શ્રેણીમાં ભારતમાં પોર્ટુગીઝોન રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની વિપુલ માહિતીઓ મળે છે.
→ પોર્ટુગીઝ કંપની ભારતમાં “એસ્ટાડો ડા ઈન્ડિયા” તરીકે ઓળખાતી હતી.
ડચ સાધનસામગ્રી
→ V.O.C. વેરિનિસ્સી ઉસ્ટ ઈન્ડિઝ કેમ્પેયના – Vereenigde Oost-Insdische Compagnie તરીકે ઓળખાતી.
→ ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપીનીના ભારત સાથેના સંબંધીની ઐતિહાસિક માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાંથી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
→ શ્રીલંકાના કોલમ્બોથી ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના 8000 કરતાં વધારે દસ્તાવેજો મળી આવ્યા છે.
→ કૃષિયર, ગેલેટિ, બર્ગ અને ગૃટ જેવા ઈતિહાસકારોએ આ કંપની સાથે સંકળાયેલા લગભગ 15 જેટલા આધુનિક ગ્રંથો સંપાદિત કર્યા છે.
ફ્રેંચ સાધનસામગ્રી
→ ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફ્રાંસના પેરિસમાં આવેલ કેન્દ્રિય અભિલેખાગારમાં જળવાયા છે.
→ ભારતમાં તેમની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ, મૈસુર અને હૈદરબાદ સાથે સંકળાયેલી હતી.
→ ઈન્ડિયા ઑફિસ લાઈબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે.
→ આધુનિક ગ્રંથોના જી.બી. મેલેસનના પુસ્તક “હિસ્ટ્રી ઓફ ધી ફ્રેંચ ઈન ઈન્ડિયા” મહત્વપૂર્ણ છે.
→ ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડૂપ્લે એન્ડ ક્લાઈવ ગ્રંથો અગત્યના છે.
→ લોરેન્સનો ગ્રંથ “એંગલો ફ્રેંચ વૉર” મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે.
→ આનંદરંગ પિલ્લાઈની નોંધો અને એંગ્લો ફ્રેંચ વૉરને બાર ગ્રંથોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.
→ વિલકિન્સને લખેલ “દક્ષિણ ભારતના ઈતિહાસની રૂપરેખા” પણ ઐતિહાસિક સામગ્રી ધરાવતો ગ્રંથ હોવાથી પર્યાપ્ત માહિતી પૂરી પાડે છે.
બ્રિટિશકાલીન સાધનસામગ્રી
→ ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન : 1757 થી 1857
→ બ્રિટિશતાજનું શાસન : 1858 થી 1947
→ લંડનમાં ઈન્ડિયા ઑફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો બ્રિટિશકાલીન આવેલા છે.
→ થોમ્બસન એન્ડ ગેરેટે “કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયા” નામના ગ્રંથમાં બ્રિટિશકાલીન ભારતનું આલેખન કર્યું છે.
→ બ્રેડેન પોલવેલનું “લેન્ડ સિસ્ટમ ઑફ બ્રિટિશ ઈન્ડિયા” મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે.
ઈ.સ. 1857 ના મહાવિદ્રોહને લગતી સાધનસામગ્રી
→ આ મહાવિદ્રોહ સાથે સંકળાયેલા દસ્તાવેજો ભારતીય પુરાતત્ત્વ ખાતા તેમજ લંડનની કોમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાં સંગ્રહિત છે. આ મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ (1859) સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું.
→ વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને “ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ” આલેખતું પુસ્તક લખ્યું.
→ સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો “અઢારસો સત્તાવન” નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો.
→ આર. સી. મજમુદાર જેવા ઈતિહાસકારે “ધ સિયોપ મ્યુટીની ઑફ ઈન્ડિયા – 1857” લખ્યું.
→ જે. ડબલ્યુ. કેચીએ અને કર્નલ જી. બી. મોલેસને “હિસ્ટ્રી ઑફ ધ સિપોય વૉર” લખ્યું છે.
→ ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે ડો. આર. કે. ધારૈયાએ અગત્યનો સંશોધનગ્રંથ પ્રસ્તુત કર્યો છે.
બ્રિટિશતાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધનસામગ્રી
→ વી.એ. સ્મિથ – ઓક્સફર્ડ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયા
→ પી.ઈ. રોબટર્સ – હિસ્ટ્રી ઑફ બ્રિટિશ ઈન્ડિયા
→ થોમસન એન્ડ ગેરેટ – રાઈસ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઈન ઈન્ડિયા
→ ભારતના બંધારણીય ઈતિહાસને ઉજાગર કરતાં ગ્રંથોમાં એ.સી. બેનર્જીકૃત “ઇન્ડિયન કૉન્સ્ટિટ્યુનશનલ ડોક્યુમેંટસ.
→ એ.બી. કીથનું “ભારતનો બંધારણીય ઈતિહાસ” અગત્યનો ગ્રંથો છે.
સ્વતંત્રતાસંગ્રામ દરમિયાનની સાધનસામગ્રી
→ દાદાભાઈ નવરોજીના પુસ્તક “પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઈન ઈન્ડિયા” તેમજ રોમેશચંદ્ર દત્તના “ઈકોનોમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા” થી તેની શરૂઆત થાય છે.
→ પટ્ટાભી સીતારામૈયાના ગ્રંથ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તેમજ ડો. તારાચંદના “ફ્રીડમ મુવમેંટ ઑફ ઈન્ડિયા”ના ગ્રંથો આ ક્ષેત્રે મહત્વપૂર્ણ છે.
→ નાગેન્દ્ર્નાથ ગુપ્તાનું પુસ્તક – “સેવન લાઈવ્સ”
→ મહાત્મા ગાંધીના પત્રવ્યવહારો અને તેમના વિચારો અંગે લગભગ સો ગ્રંથોમાં નવજીવન પ્રકાશને “ગાંધીજીનો અક્ષરદેહ” નામે પ્રકાશન કર્યું છે.
→ લેપિન્સ અને કોલિયરે “અડધી રાત્રે આઝાદી” જેવો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે.
→ રામચંદ્રગુહાએ “ઈન્ડિયા આફ્ટર ગાંધી” ગ્રંથ લખ્યો છે.
→ બિપિનચંદ્રએ “સ્વતંત્રતા કે બાદ કા ભારત” ગ્રંથ લખ્યો છે.
પ્રાદેશિક ઐતિહાસિક સાધનસામગ્રી
→ મગનલાલ વખતચંદે “ગુજરાત દેશનો ઈતિહાસ” અને “અમદાવાદનો ઈતિહાસ” લખ્યો છે.
→ એલેકઝેન્ડર ફાર્બસે “રાસમાળા” માં ગુજરાતનો ઈતિહાસ આલેખ્યો છે.
→ કર્નલ ટોડે “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા” માં રાજસ્થાન અને ગુજરાતનાં પ્રવાસવર્ણનની નોંધો કરી છે.
→ જેમ્સ મેકમર્ડો, કર્નલ વોકર જેવા અંગ્રેજોએ કચ્છ અને કાઠિયાવાડ પર વિશિષ્ટ ગ્રંથ લખ્યા છે.
વર્તમાનપત્રો અને સામયિકો
→ ભારતમાં ઈ.સ. 1780માં જેમ્સ એ. હિકીએ “બેંગોલ ગેઝેટ” થકી પત્રકારત્વની શરૂઆત કરી.
→ રાજા રામમોહનરાય ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા હતા. તેમણે સંવાદ – કૌમુદી જેવા પત્રોનું સંચાલન કર્યું હતું.
→ દાદાભાઈ નવરોજી – રાસ્તગોફતાર
→ મુંબઈના મુંબઇ સમાચાર
→ કેશવચંદ્ર સેન – સુલભ સમાચાર
→ લોકમાન્ય તિલક – કેસરી અને મરાઠા
→ એની બેસન્ટ – ન્યુ ઈન્ડિયા અને કોમનવિલ
→ બારીન્દ્ર અને અરવિંદઘોષ – યુગાન્તર અને સંધ્યા
→ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – સોમપ્રકાશ
→ સ્વામી વિવેકાનંદ – પ્રબુદ્ધ ભારત
→ મોતીલાલ ઘોષ – અમૃત બાઝાર પત્રિકા
→ મહાત્મા ગાંધી – યંગ ઈન્ડિયા અને હરિજન
→ ભારતેન્દુ હરિશચંદ્ર – પત્રિકા હરિશચંદ્ર (મેગેઝીન)
→ મોતીલાલ નહેરુ – ઈન્ડિપેન્ડન્ટસ
→ મૌલાના આઝાદ – અલ હિલાલ
→ હિંદુસ્તાન ગદ્દર પાર્ટી – ગદ્દર
0 Comments
Any suggestions, Please comment Below 👇