→ બહુમુખી પ્રતિભા ધરાવતા નવલકથાકાર, નવલિકાકાર, નાટયકાર, વિવેચક ચુનીલાલ મડિયા
→ તેઓ કુલેન્દુ, અખો રૂપેરો, વકગતિ, વિરંચિ અને જેવા ઉપનામથી જાણીતા હતા.
→ મડિયા પોતાને 'નાટકનો જીવ' કહેતા હતા. 'ખીજડિયે ટેકરે' નામની વાર્તામાં પિતૃહૃદયી ભોજાના પાત્રને તેમણે સારી રીતે ઉપસાવ્યું છે. ‘સોનેટ' એમનો એકવીસ કાવ્યોનો સંગ્રહ છે.
→ તેમણે વર્ષ 1945માં મુંબઇની સિડનહામ કોલેજમાંથી B.Com ની ડિગ્રી મેળવી હતી.
→ તેમની પ્રથમ વાર્તા 'સોમાજી' કુમાર માસિકમાં છપાઈ હતી. ઉમાશંકર જોશીના પ્રોત્સાહન અને માર્ગદર્શનથી પ્રથમ વાર્તાસંગ્રહ 'ઘૂઘવતાં પૂર' આપ્યો.
→ તેઓ 'હુયિ' નામના સામાયિક સાથે સંકળાયેલા હતા. તેમજ ‘સંદેશ’ અને ‘જન્મભૂમિ' દૈનિકમાં તેઓએ નવલકથાઓ પણ લખી હતી.
→ તેઓ વર્ષ 1950-62 દરમિયાન મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના વડા સંપાદક તરીકે જોડાયા હતા.
→ તેમણે વર્ષ 1945માં પ્રથમ નવલકથા 'પાવક જવાળા' લખી હતી જેમાં પાછળથી તે જ નામથી ફિલ્મ પણ બની હતી.
→ વર્ષ 1968માં તેમની નવલકથા 'લીલુડી ધરતી' પરથી દિગ્દર્શક વલ્લભભાઇ ચોકસીએ તે જ નામની ગુજરાતી ફિલ્મ બનાવી હતી, જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ છે.
→ તેમની ટૂંકીવાર્તા ‘અબુ મકરાણી' પરથી વર્ષ 1985માં હિન્દીમાં 'મિર્ચ મસાલા' ફિલ્મ બની હતી, જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પામી હતી.
→ તેમની 'અંત : સ્ત્રોતો' કૃતિ પરથી મારી હેલ ઉતારો રાજ' ફિલ્મ બની હતી.
→ હું અને મારી વહુ, રંગદા, વિષયવિમોચન, રકતતિલક, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે તેમના ત્રિઅંકી અને એકાંકી નાટકના પ્રકાશનો છે.
→ તેઓએ ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજયંદ, ગોપાલકૃષ્ણ ગોખલે, ટોલ્સટોય અને રસ્કીનના ચરિત્ર આલેખ્યા હતા તેમજ 'વિધાપ્રેમી ફાર્બસ પણ તેમની ચરિત્ર પુસ્તિકા હતી.
→ તેમને સાહિત્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નર્મદ સુવર્ણ ચંદ્રક (1947) અને સર્જન રણજીતરામ સુવર્ણ ચંદ્રક (1957)થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ 12 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાત વિશ્વકોશ દ્વારા નાટયકાર અને કવિ ચુનીલાલ મડિયાના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું હતું.
0 Comments