જી.વી.કે. રાવ સમિતિ (કાર્ડ સમિતિ) - ઈ.સ. 1985 | G.V.K. Rao Samiti (Card Committee) - A.D. 1985


જી.વી.કે. રાવ સમિતિ (કાર્ડ સમિતિ) - ઈ.સ. 1985



→ યોજના આયોગના પૂર્વ સદસ્ય ડૉ. જી.વી.કે. રાવની અધ્યક્ષતામાં માર્ચ 1985માં એક સમિતિની રચના કરાઈ.

→ હેતુ : ગ્રામીણ વિકાસ અને ગરીબી ઉન્મૂલન કાર્યક્રમો માટે પ્રશાસનિક વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો.

→ આ સમિતિ – કમિટી ટૂ રિવ્યુ ધ એક્ઝિસ્ટિંગ એડમિનિસ્ટ્રેટિવ એરેંજમેંટસ ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પોવર્તિ એલિમેશન પ્રોગ્રામ્સ – ટૂંકમાં કાર્ડ સમિતિ તરીકે ઓળખાય છે.

→ આ સમિતિએ નબળા પંચાયતીરાજ માટે નૌકરશાહીને જવાબદાર ઠેરવી. તથા પંચાયતી રાજને “વગર મૂળની ઘાસ” કહ્યું. આથી સમિતિએ પંચાયતીરાજને મજબૂત કરવા વિભિન્ન ભલામણો કરી.


ભલામણો



→ પંચાયતી રાજને ચાર સ્તરીય બનાવવામાં આવે અને રાજ્ય સ્ટાર પર રાજ્ય વિકાસ પરિષદની રચના કરવામાં આવે, હીના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય અને મંત્રીમંડળના બધા સભ્યો અને જિલ્લા પંચાયતો કે જિલ્લા પરિષદના અધ્યક્ષો તેના સભ્યો હોય. વિકાસ કમિશનર તેના સભ્ય સચિવ તરીકે હોય.

→ આ પરિષદ જિલ્લા પંચાયતની બધી યોજનાઓને અનુમોદન આપે.

→ જિલ્લા પરિષદના પ્રતિનિધિ માટે ત્રીસ કે ચાલીસ હજારની વસ્તી દીઠ એક પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવે. પહાડી વિસ્તારમાં આ સાંખી ઓછી હોઈ શકે.

→ જિલ્લા પરિષદ કે જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, પછાત વર્ગના લોકો અને મહિલાઓની બેઠકો યોગ્ય પ્રમાણમાં અનામત રાખવામાં આવે.












→ જિલ્લા પંચાયતનો અધ્યક્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણીથી ચૂંટી શકાય. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થાન, હૈદરાબાદમાં પ્રશિક્ષણ આપવામાં આવે, જિલ્લા પંચાયતની મુદત 3 થી 5 વર્ષની હોઈ શકે.

→ દરેક ગામમાં ગ્રામ સભા હોવી જોઈએ.

→ જિલ્લા કક્ષાએ વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ રીતે કરવામાં આવે. વિકાસ કાર્યો માટે જિલ્લા વિકાસ કમિશનરનું (જે આજે જિલ્લા વિકાસ અધિકારી) પદ ઊભું કરવામાં આવે. જિલ્લા કલેક્ટર માત્ર નિયંત્રણની કાર્યવાહી સંભાળે. જિલ્લા વિકાસ કમિશનર વધુ વરિષ્ઠ અને અનુભવી અધિકારી હોય.

→ જિલ્લા કક્ષાએ ચાલતી વિભિન્ન વિભાગોની કામગીરી જિલ્લા પંચાયતને સોંપવામાં આવે તેનું સંચાલન કરવા જિલ્લા કક્ષાની 11 સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવે.

→ પંચાયત સમિતિ અથવા ગ્રામ મંડળ પંચાયત સ્ટાર પર બાળકો, મહિલાઓ અને પ્રૌઢોના કલ્યાણ માટે ઉપસમતિની રચના કરવી જોઈએ.

→ ગ્રામસભાને સશક્ત બનાવવામાં આવે અને વર્ષમાં બે વાર તેની બેઠકો યોજાય.

→ જો કે કાર્ડ સમિતિની ભલામણોનો અમલ ન થઈ શકયો.




Post a Comment

0 Comments