Human Excretory System (માનવ ઉત્સર્જનતંત્ર) | Kidneys



Human Excretory System (માનવ ઉત્સર્જનતંત્ર)





મૂત્રપિંડ (કિડની)



→ તે વાલના બીજ અથવા કાજુ જેવા આકારનું હોય છે.

→ કાર્ય : રુધિર ગાળવાનું

→ પુખ્ત મનુષ્યની પ્રત્યેક કિડનીનું વજન 120 – 170 ગ્રામ હોય છે.

→ મનુષ્યના મૂત્રપિંડની પહોળાઈ 5 થી 7 સે.મી. જેટલી હોય છે.

→ મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ આવેલા ઓય છે જે લોહીમાંથી વધારાના ક્ષારને અલગ કરી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં મોકલે છે અને મૂત્રદ્વાર મારફતે નિકાલ કરે છે.

→ મૂત્રનો રંગ યુરોક્રોમ અથવા યુરોબીલીનોજન નામના તત્વને આભારી હોય છે.

→ મૂત્રની pH 5.5. થી 7.5 છે.





→ મૂત્રપિંડ લોહીમાં એસિડ- બેઈઝ સંતુલન જાળવી રાખે છે.

→ મનુષ્ય દ્વારા વારંવાર મૂત્રવિસર્જન રોકવાથી મૂત્રપિંડમાં કણો જમા થાય છે. આ જમા થયેલ કણો પથરી તરીકે ઓળખાય છે. જે કેલ્શિયમ ઓક્ઝેલેટનું બનેલું હોય છે.

→ કિડનીમાં યુરિક એસિડ, કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના કારણે પથરી થાય છે.

→ પથરીને દૂર કરવાના ઓપરેશનને લીથોટ્રોપ્સી કહે છે.







→ પ્રત્યેક કિંડનીમાં આશરે 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ (નેફ્રોન) હોય છે. આ એકમ લોહી ગાળવાનું કામ કરે છે.

→ ગાળણમાં યુરિયા, એમોનિયા, યુરિક એસિડ અને ક્ષાર હોય છે. જે મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં એકઠા થાય છે.

→ મૂત્રમાં 95% પાણી અને 2.6 % યુરિયા, 0.3 % એમોનિયા, 2% ક્ષાર અને યુરિક એસિડ હોય છે.

→ મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ.

→ કિડનીના રોગોના ડોક્ટરને નેફોલોજીસ્ટ કહે છે.

→ નેફ્રોઈટીસ, યુરેમિયા કિડનીના રોગો છે.

→ જ્યારે કિડનીમાં ખામીહો સર્જાય ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે દર્દીને આપવામ આવતી સારવારને ડાયાલીસીસ કહેવામા આવે છે.

→ કિડનીનું કાર્ય ચકાસવા માટે “સિરમ ક્રિયેટીનાઇન” ટેસ્ટ કરવામાં આવે છે.

→ ડાયાલીસીસના શોધક વિલિયમ ઝૈન કાર્ફ છે.









Post a Comment

0 Comments