Ad Code

ગુરુ ગોવિંદસિંહજી | Guru Gobind Singhji



ગુરુ ગોવિંદસિંહજી





→ જન્મ :૫ જાન્યુઆરી , 1666 ના રોજ બિહારના પટના (પાટલિપુત્ર) ખાતે ખત્રિ પરિવારમાં થયો હતો.

→ પિતા : તેગબહાદુરજી

→ માતા : ગુજરી

→ બાળકો : અજીત સિંહ,જુઝાર સિંહ, જોરાવર સિંહ, ફતેહ સિંહ

→ અન્ય નામ : દસમા નાનક

→ મૃત્યુ : 7 ઓક્ટોબર, 1708 ના રોજ મહારાષ્ટ્રના નાંદેડ (નંદગીરી) ખાતે થયું હતું.






ખાલસા પંથની શરૂઆત





→ ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંત સિપાહી કોમ “ખાલસા પંથ” (શુદ્ધ – પવિત્ર) ની રચના કરી હતી.

→ આ ઉપરાંત પાંચ “ક” થી શરૂ થતી કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કચ્છાની નિશાની પણ ધારણ કરાવી હતી.



ચમકૌર યુદ્ધ





→ વઝીરખાનની આગેવાનીહેઠળ 10 લાખ મુઘલ સેના અને ગુરુ ગોવિંદસિંહની આગેવાની હેતલ 40 શીખો વક્કહ વર્ષ 1704માં સિરસા નાદિયાના જીનારે ચમકૌર નામના સ્થળે ઐતિહાસિક યુદ્ધ લડાયું હતું.

→ આ યુદ્ધમાં મુઘલ સેનાની હાર થઈ હતી.

→ તેમણે આ યુદ્ધનું વર્ણન ફારસી ભાષામાં “ઝફરનામા” (વિજયનું પ્રતિક) પત્રમાં કરતાં ઔરંગઝેબને લખ્યું હતું કે “ચિડિયો સે મૈ બાજ લડાઉ ગીદડોકો મૈ શેર બનાઉ, સવા લાખ સે એક લડાઉ તભિ ગોવિંદ નામ કહાઉ”.








અન્ય માહિતી





→ તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને “ગુરુગ્રંથ સાહેબ” ને ગુરુપદે સ્થાપ્યા. આમ કરીને તેઓએ કોઈ વ્યક્તિ વિશેષ નહીં પણ જ્ઞાન અને ભક્તિનું મહત્વ સ્થાપિત કર્યું હતું.

→ “ગુરુગ્રંથ સાહેબ” શીખ ધર્મનો ધર્મગ્રંથ અને ગુરુદ્વાર તેમનું ધર્મસ્થળ છે.

→ તેમણે પંજાબી, ફારસી, અવધિ અને વ્રજ ભાષાઓની રચના કરી હતી,. જેમાં “ચંડી દી વાર”, “જાપ સાહેબ”, “ચોબીસ અવતાર”, “શસ્ત્ર નામ માલા” જેવી રચનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત “દશમ ગ્રંથ” તેમના દ્વારા રચિત મહાન ગ્રંથ છે.

→ તેમની રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ, માણવા કલ્યાણ અને માનવમાત્રની એકતાનો સંદેશ જોવા મળે છે.

→ તેમણે દેશ, ધર્મ અને સંસ્કૃતિ રક્ષા કાજે પિતા અને ચાર પુત્રોનું બલિદાન આપ્યું તેથી તેઓ “સર્વ વંશ દાની” કહેવાયા.









ગુરુ ગોવિંદસિંહની યાદમાં





→ ગોવિંદસિંહ ગુરુ યુનિવર્સિટી – ગોધરા

→ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ – જામનગર

→ ગુરુ ગોવિંદસિંહ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ રિસર્ચ સેન્ટર – નાસિક

→ ગુરુ ગોવિંદસિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી – દિલ્હી




Post a Comment

0 Comments