યકૃત (Liver)
યકૃત (Liver)
→ યકૃત એ લાલાશ પડતાં બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે.
→ યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ (બાહ્ય ગ્રંથિ) છે.
→ યકૃત શરીરના અંદરના ભાગનું સૌથી મોટું અંગ છે.
→ એક પ્રકારે શરીરની સૌથી ી વિશાળ “રસાયણ ફેક્ટરી” છે.
→ વજન : 1..2 કિગ્રા થી 1..5 કિગ્રા
→ યકૃત ની સપાટી પર પિત્તાશય (Gall Bladder) નામની કોથળી આવેલી હોય છે. જેમાંથી પિત્તરસ (Bile Juice)નો સ્ત્રાવ થાય છે.
→ યકૃત એક દિવસમાં 600 મિલિ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. માટે યકૃતને પિત્તનું કારખાનું કહે છે.
→ પિત્તરસનો સંગ્રહ પિતાશયમાં થાય છે અને આ પિત્તાશયમાંથી પાચન માટેના પિત્તરસનો સ્ત્રાવ કરે છે.
→ પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
→ પિત્તરસનો રંગ : લીલા
→ તે આલ્કલાઈન (બેઝીક) હોય છે.
→ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત બેઝીક બનાવે છે તેમજ ખોરાકમાં રહેલા ઝેરી દ્રવ્યો અને આલ્કોહોલનું વિઘટન કરે છે.
→ યકૃતમાં વિટામીન A, વિટામીન D, લોહતત્વ, તાંબું અને ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે.
→ કમળો એ યકૃતનો રોગ છે.
→ કમળા રોગમાં યકૃત પર સોજો થાય છે.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments