→ દર્શક ઉપનામથી જાણીતા સમર્થ સાહિત્યકાર, કેળવણીકાર અને સમાજસેવક
→ તેમણે કોડિયું અને સ્વરાજધામ માસિકના તંત્રી તરીકે ફરજ બજાવી હતી.
→ તેઓએ ભાવનગરમાં નાનાભાઇ ભટ્ટની દક્ષિણામૂર્તિ સંસ્થામાં પાયાના કાર્યકર તરીકે કામ કર્યું હતું.
→ તેઓ ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, દર્શન અને રાજનીતિના પ્રખર અભ્યાસુ હતા.
→ તેમણે દાંડીકૂચ (1930) સત્યાગ્રહમાં સક્રિય તરીકે ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો અને તેમણે જેલવાસ દરમિયાન તેમની પ્રથમ નવલકથા બંદીઘર લખી હતી.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત જલિયાવાલા (1934) અને અઢારસો સત્તાવન (1935) નાટકો લખીને કરી હતી.
→ તેમણે વર્ષ 1938માં નાનાભાઈ ભક્ત સાથે મળીને ભાવનગર જિલ્લાના આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ કરીને ગ્રામીણ બાળકો માટે કેળવણીનો પાયો નાંખ્યો હતો.
→ તેમણે હિંદ છોડો (1942) ચળવળમાં સક્રિય ભાગ લઇને જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેમના જીવન ઉપર ટાગોરની સૌંદર્ય નોંધ અને ગાંધીજીના આચાર બોધનો સધન પ્રભાવ જોવા મળે છે. તેમણે તેમના સ્મરણો સદભિઃસંગ નામની કૃત્તિમાં આલેખ્યા છે.
→ તેઓ વર્ષ 1948માં ભાવનગર રાજયના શિક્ષણમંત્રી રહ્યાં હતા.
→ ગ્રામીણ યુવાનોની ઉચ્ચ અભ્યાસની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી મનુભાઇ અને નાનાભાઇએ વર્ષ 1953માં સણોસરા ખાતે લોકભારતી ગ્રામવિધાપીઠની સ્થાપના કરી. જેમાં મનુભાઈએ અધ્યાપક, નિયામક અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની ક્રમિક જવાબદારીઓ સંભાળી અને આજીવન સેવા આપી.
→ તેમના મત મુજબ, કેળવણી એ માત્ર માનસિક પ્રક્રિયા નથી પરંતુ તેમાં હૈયુ અને હાથને જોડીને વિધાર્થીના સમગ્ર જીવનને ઉપરના સ્તરે લઇ જવાતી પ્રકિયા છે.
→ તેઓ વર્ષ 1967-1971 દરમિયાન ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા અને આ સમય દરમિયાન હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં તેમણે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
→ વર્ષ 1972માં ઉપેન્દ્ર ત્રિવેદીના દિગ્દર્શક હેઠળ ઝેર તો પીધાં છે જાણી જાણી નામની કૃતિનું ફિલ્મ સ્વરૂપે ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. જેમાં અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદીએ ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1991-83 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
→ તેમણે ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી કહી છે. તેમના પર ટોલ્સ્ટોયના પુસ્તક ત્યારે શું કરીશુંનો ઊંડો પ્રભાવ પડ્યો હતો.
→ તેજ ઘોડા સ્પર્ધામાં સારા, પણ ઘમાસાણમાં તો કેળવાયેલા જ સારા એ તેમનું પ્રસિદ્ધ વાક્ય હતું.
પુરસ્કારો
→ વર્ષ 1977 - સરસ્વતી સન્માન (કરુક્ષેત્ર નવલકથા માટે)
→ વર્ષ 1987 - મૂર્તિદેવી પુરસ્કાર (ભારતીય જ્ઞાનપીઠ દ્વારા) (ઝેર તો પીધાં છે જાણી જાણી-ભાગ 1 થી 4 માટે)
→ વર્ષ 1949 - ગૌરવ પુરસ્કાર (ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા)
→ વર્ષ 1964 - રણજીતરામ સુવર્ણચંદ્રક
→ વર્ષ 1975 - રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી (દિલ્હી)
→ વર્ષ 1991- પદ્મભૂષણ (ભારત સરકાર દ્વારા)
સાહિત્ય સર્જન
→ નવલકથા : કુરુક્ષેત્ર, ઝેર તો પીધાં જાણી જાણી, બંદીઘર, બંધન અને મુક્તિ, પ્રેમ અને પૂજા, દીપનિર્વાણ, સોક્રેટીસ, રત્નભોજન, ગોપાળબાપા, કબ્રસ્થાન, કલ્યાણયાત્રા
→ ચરિત્ર: નાનાભાઈ, ટોલ્સટોય (ગૃહારણ્ય), ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ સંદેશ
0 Comments