Ad Code

જહાંગીરના સમયનું ગુજરાત | Gujarat during Jahangir's time


જહાંગીરના સમયનું ગુજરાત



→ જહાંગીરને ગુજરાતમાં પ્રથમ સૂબેદાર તરીકે કુલીઝખાનને મોકલ્યા હતા, જે મોટા અમીર હતા.

→ મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને કુલીઝખાનને મોકલવામાં આવ્યો.

→ કુલીઝખાન દ્વારા જહાંગીરના 12 આદેશોનો ફરમાન અમલ કરવામાં આવ્યું.

→ ઇ.સ. 1606માં વિક્રમજીતને સૂબો બનાવ્યો.

→ ઇ.સ. 1606માંત્રીનો સૂબો મૂર્તઝાખાન બુખારી બન્યો.

→ મૂર્તઝાખાન તેમનો ખિતાબ હતો, તેમનું મૂળનામ શેખફરીદ હતું. તેમણે અમદાવાદમા ત્રણ દરવાજા પાસે "ભુખારી મહોલ્લો" વસાવ્યો અને ઇ.સ. 1609માં કડી કિલ્લો બંધાવ્યો હતો.

→ ઇ.સ. 1609માં ભરૂચમાં એક મસ્જિદ બનાવી.

→ મૂર્તઝાખાન પછી મિર્ઝા અઝીઝ કોકા ફરીથી ગુજરાતનાં સૂબો બન્યો જે ચોથી વાર બન્યો હતો.

→ ગુજરાતનો સૂબો ઇ.સ. 1616-18માં મુકર્રબખાન હતો ત્યારે જહાંગીરે ગુજરાતની મુલાકાત લીધી હતી અને ઘણો લાંબા સમય સુધી જાતે વહીવટ સંભાળ્યો હતો.

→ આ સમયે જ જેમ્સ- પહેલાનો એલચી સર થોમસ રો જહાંગીરને મળ્યો હતો.

→ ઈ.સ. 1618 માં જહાંગીર ગુજરાતમાં આવ્યો. અમદાવાદને “ગર્દાબાદ” (ધૂળિયું શહેર) નામ આપ્યું.

→ કચ્છના શાસકને પોતાના સ્વતંત્ર “કોરી” સિક્કા ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી.

→ ખંભાતમાં ટંકશાળા શરૂ કરાઈ અને ખંભાત અને અહમદાબાદની ટંકશાળામાં “રાશિ” નામનાં સિક્કા બનાવાયા.

→ અંગ્રેજોએ ખંભાત, સુરત, અહમદાબાદમાં કોઠી બનાવી.

→ જહાંગીરના સમયમાં ગુજરાતના સુબાઓ



સૂબો વર્ષ
કુલીઝખાન ઈ.સ. 1605 -ઈ.સ. 1606
રાજા વિક્રમજીત ઈ.સ.1606
સૈયદ મુસ્તજાખાન બુખારી ઈ.સ.1606 - ઈ.સ.1609
મિર્ઝા અઝીઝ કોકા ઈ.સ. 1609 - ઈ.સ.1611
અબ્દુલખાન બહાદુર ફિરોઝ જંગ ઈ.સ. 1611 - >ઈ.સ. 1616
મુકરર્બખાન >ઈ.સ. 1616 - >ઈ.સ. 1618
શહજાદા શાહજહાં >ઈ.સ. 1618 - >ઈ.સ. 1623
શહજાદા દાવરબક્ષ ઈ.સ. 1623 ઈ.સ. 1624
ખાનજહાં લોદી ઈ.સ. 1624 - ઈ.સ. 1627

  • સલિમ તરીકે ક્યો મુઘલરાજા જાણીતો છે?
    → જહાંગીર
  • સલીમ કોનો પુત્ર હતો?
    → અકબર અને રાણી ઉજજમાનીનો
  • જેમ્સ પહેલાનો એલચી સર ટોમસ રો કોના દરબારમાં આવ્યા હતા?
    → જહાંગીર
  • અકબરે અને જહાંગીરે પ્રથમ વાર દરિયો ક્યાં જોયો હતો?
    → ખંભાતમાં
  • અકબરના દરબારમાં ખ્રિસ્તિઓના જેસ્યુઇટ મિશન કેટલી વાર આવ્યા હતા?
    → ત્રણ
  • ખ્રિસ્તી ધર્મના પ્રચારક ફાધર એકાબીવા કોના દરબારમાં આવ્યા હતા?
    → અકબર
  • બીરબલનુ મૂળ નામ શું હતું?
    → મહેશદાસ
  • જોધાબાઇનું મૂળ નામ શું હતું?
    → હીર કુવરી (હરકાબાઇ)
  • હુમાયુને મદદ કરનાર બહાદુરશાહનો પ્રખ્યાત તોપચી રૂમીખાન કયાંનો વતની હતો?
    → તુર્કી
  • ઝરોખા દર્શન,તુલાદાન,પાયબોસ જેવી પારસી પરંપરાઓને કયા મુઘલ રાજાએ અપનાવી હતી?
    → અકબરે
  • પારસી ધર્મનો પુરોહિત મહેરજી રાણાને 200 વીઘા જમીન દાન આપનાર રાજા કોણ હતો?
    → અકબર
  • જહાંગીર ઘોષણાઓને શું કહેવાય છે?
    → આઈને જહાંગીરી
  • શાહજહાંનું મૂળ નામ શું હતું?
    → ખુર્રમ
  • ગૌ-હત્યા પર પ્રતિબંધ કયા મુઘલ રાજાએ મૂક્યું ?
    → અકબર અને જહાંગીર
  • જહાંગીરની પ્રેમિકા કોણ હતી?
    → અનારકલી
  • નૂરજહાં કોણ હતી ?
    → અલીકુલીખાની પત્ની જેને જહાંગીરે રાણી બનાવી હતી.
  • કયો મુગલરાજા ગુજરાત ને 'હિંદનું આભૂષણ' માનતો હતો?
    → ઔરંગઝેબ

  • Post a Comment

    0 Comments