Ad Code

Responsive Advertisement

ગુજરાતી વ્યાકરણ | સમાસ | મધ્યમપદલોપી સમાસ



મધ્યમપદલોપી સમાસ



→ જે સમાસનો વિગ્રહ કરતાં વચ્ચે નવા શબ્દો ઉમેરવા પડે તેને “મધ્યમપદલોપી સમાસ” કહે છે.

→ જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું કોઈ એક કે એકથી વધુ પદ લુપ્ત થયેલ હોય તેને “મધ્યમપદલોપી સમાસ” કહે છે.


અગત્યના મુદ્દા



→ મધ્યમપદલોપી સમાસ હકીકતમાં તત્પુરુષ સમાસનો એક ભાગ જ છે.

→ મધ્યમપદલોપી સમાસનાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે.

→ મધ્યમપદલોપી સમાસ એકપદપ્રધાન સમાસ છે.

→ મધ્યમપદલોપી સમાસમાં પૂર્વપદગૌણ અને ઉત્તરપદ મુખ્ય હોય છે.

→ મધ્યમપદલોપી સમાસ બંને પદો સંજ્ઞા હોય છે.

→ મધ્યમપદલોપી સમાસ લખાણને ટૂંકાવવામાં કે સંક્ષેપીકરણમાં ઉપયોગી થાય છે.








ઉદાહરણો



→ રાતવાસો – રાત ગાળવા માટેનો વાસ

→ શિલાલેખ - શીલા પર કોતરવામાં આવેલો લેખ

→ પૂરણપોળી – પૂરણ ભરી બાનવવામાં આવતી પોળી

→ કલ્પવૃક્ષ - કલ્પના મુજબ ફળ આપતું વૃક્ષ

→ સિંહાસન – સિંહની આકૃતિવાળું આસન

→ બાળલગ્ન - બાળપણમાં થયેલ લગ્ન

→ હાથરૂમાલ - હાથમાં રાખવાનો રૂમાલ

→ મૂર્ખવિદ્યા - મૂર્ખમાં ગણાવે તેવી વિદ્યા

→ શ્રવણશક્તિ – શ્રવણ કરવાની શક્તિ

→ દિવાસળી – દીવો પ્રગટાવનારી સળી



Post a Comment

0 Comments