ભારતીય રેલ માર્ગ
→ ભારતીય રેલ ભારતના અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો (કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરે) ના વિકાસ માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે.
→ ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 માં મુંબઇ અને થાણા વચ્ચે થઈ, જેની લંબાઇ 34 કિલોમીટર હતી.
→ દેશમાં ત્રણ પ્રકારના રેલમાર્ગો આવેલા છે.
→
- બ્રોડગેજ – 1.676 મીટર
- મીટરગેજ – 1 મીટર
- નેરોગેજ – 0.762 મીટર
→ રેલ ઉપકરણોના નિર્માણ માટે ભારતીય રેલ પોતે કારખાના ચલાવે છે. તેના મુખ્ય કારખાના નીચે મુજબ છે.
→
- ચિત્તરંજન લોકોમોટિવ્ઝ – ચિત્તરંજન
- ડીઝલ લોકોમોટિવ્ઝ – વારાણસી
- ઈંન્ટિગ્રલ કોચ ફેકટરી – પેરામ્બુર
- રેક્સ કોચ ફેકટરી – કપૂરથલા
- વ્હીલ એન્ડ એકસલ પ્લાન્ટ – બેંગલુરુ
- ડીઝલ કોમ્પોનંન્ટ વર્ક્સ – પતિયાલા
ક્રમ | વિભાગો | મુખ્ય કેન્દ્ર |
1. | મધ્ય રેલ | મુંબઈ - વી.ટી. |
2. | પૂર્વ રેલ | કોલકાતા |
3. | ઉત્તર રેલ | નવી દિલ્હી |
4. | ઉત્તર- પૂર્વ રેલ | ગોરખપુર |
5. | ઉત્તર – પૂર્વ સીમાંત રેલ | માલિગાંવ |
6. | દક્ષિણ રેલ | ચેન્નઈ |
7. | દક્ષિણ – મધ્ય રેલ | સિંકંદરાબાદ |
8. | દક્ષિણ – પૂર્વ રેલ | કોલકાતા |
9. | પશ્વિમ રેલ | મુંબઈ ચર્ચ ગેટ |
10. | પૂર્વ – મધ્ય રેલ | હાજીપુર |
11. | ઉત્તર – પશ્વિમ રેલ | જયપુર |
12. | પૂર્વ કિનારા રેલ | ભુવનેશ્વર |
13. | ઉત્તર – મધ્ય રેલ | અલાહાબાદ |
14. | દક્ષિણ – પૂર્વ – મધ્ય રેલ | બિલાસપુર |
15. | દક્ષિણ – પશ્વિમ રેલ | હુબલી |
16. | પશ્વિમ- મધ્ય રેલ | જબલપુર |
0 Comments
Any suggestions, Please comment Below 👇