Mahi River | મહી નદી
મહી નદી
ઉદભવસ્થાન
→ મધ્ય પ્રદેશમાં આવેલા 600 મીટર ઊંચા માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિંધ્યાચળ પર્વત શ્રેણીની પશ્વિમ ધાર પર આવેલા જ્યસમંદ સરોવરમાથી (અંઝેરાની નજીકથી) નીકળે છે.
અંતિમસ્થાન
→ ખંભાતના અખાતને મળે છે.
લંબાઇ
→ આ નદીની કુલ લંબાઇ અંદાજિત 500 કિલોમીટર છે અને ગુજરાતમાં આ નદીની લંબાઇ 180 કિલોમીટર છે.
વહેણ
→ મધ્ય પ્રદેશમાંથી રાજસ્થાન થઈ પછી ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં પ્રવેશે છે.
→ મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરુચ, આણંદ જીલ્લામાં વહે છે.
બંધ
→ બજાજા બંધ
→ કડાણા બંધ (મહીસાગર જીલ્લામાં ) (આ બંધ 1979 માં બાંધવામાં આવ્યો હતો)
→ વણાકબોરી બંધ (ખેડા જીલ્લામાં)
કિનારાના સ્થળ
→ કાવી – કંબોઇ
→ મહીસાગર વન (આણંદ)
સહાયક નદી
→ પાનમ, બનાસ, મેસરી, ગળતી, અનાસ
વિશેષતા
→ ગુજરાતનાં ત્રીજા નંબરની સૌથી મોટી નદી છે.
→ મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે.
→ મહીનદી એકમાત્ર ભારતની એવી નદી છે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે.
→ આ નદી ચરોતર વિસ્તારમાં વહે છે.
→ મહી નદીના દરિયાની ભરતીના કારણે 70 કિલોમીટર ના અંતર સુધી લગભગ 1 કિલોમીટર જેટલો પહોળો નદીનો પટ વિશાળ બન્યો છે. આથી તે “મહીસાગર” તરીકે ઓળખાય છે.
→ મહી નદી વહેરાની ખાડી પાસે સમુદ્રસંગમ થાય છે.તેના સમુદ્રસંગમના ઉત્તરમાં ખંભાત બંદર તથા દક્ષિણમાં કવિ બંદર આવેલા છે.
→ ગળતી નદી ખેડા જીલ્લામાં ઠાસરા નજીક ગલતેશ્વરકે જ્યાં સોલંકી યુગનું શિવાલય આવેલું છે ત્યાં મહી નદીને મળે છે.
→ અલબરૂની આ નદી માટે મહેન્દ્રી અને ટોલેમીએ મોફિસ શબ્દનો ઉપાયોગ કર્યો છે.
→ મહી નદીનું ચોક્કસ ઉદભવસ્થાન મિંડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
→ મહીસાગર જિલ્લાનું નામ આ નદી પરથી રાખવામા આવ્યું છે.
→ મહીસાગર નદી રાજસ્થાનના બાંસવડા જિલ્લા(વાગડ વિસ્તાર) માંથી થઈને ગુજરાતમાં પ્રવેશે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇