ભૂકંપ વિજ્ઞાનનું પ્રમાણ (Evidence of Seismology)


ભૂકંપ વિજ્ઞાનનું પ્રમાણ (Evidence of Seismology)



ભૂકંપ આલેખ યંત્ર (Seismograph)

→ ભૂકંપના મોજાઓનું અંકન કરતાં યંત્રને “ભૂકંપ આલેખ યંત્ર” કહેવામા આવે છે.

→ ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદભવકેન્દ્ર વિશે માહિતી મળે છે.

ભૂકંપ વિજ્ઞાન (Seismology)

→ ભૂકંપ આલેખયંત્ર દ્વારા ભૂકંપના મોજાઓનું અંકન કરી તેનો અભ્યાસ કરતાં શાસ્ત્રને ભૂકંપ વિજ્ઞાન (Seismology) કહેવામા આવે છે.

ભૂકંપ કેન્દ્ર (Focus or Centrum)

→ જે સ્થળેથી ભૂકંપ મોજાં ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપકેન્દ્ર (Focus) કહે છે.

→ પૃથ્વીના પેટાળમાં જે સ્થળે ભૂકંપ ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્ર જે લાંબો વિસ્તાર છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવામા આવે છે.

ભૂકંપ નિર્ગમન કેન્દ્ર (Epicenter or Epifocus or Epifocal Area)

→ ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપમોજાં સૌપ્રથમ પહોચતાં હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર (Epicenter) કહે છે.

→ ભૂકંપની સૌથી વિનાશક અસર ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ની આસપાસ થાય છે.

→ ભૂકંપકેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટરના વચ્ચેના સ્તરમાં હોય છે.

ભૂકંપીય લહેરો / ભૂકંપના મોજા (Seismic Waves)

→ ભૂકંપ થાય છે ત્યારે ભૂકંપના કેન્દ્રમાંથી મોજા ઉત્પન્ન થાય છે.જેને “ભૂકંપના મોજા” અથવા “ભૂકંપીય લહેરો” કહેવામા આવે છે.

→ ભૂકંપના આ મોજા ભૂકંપ આલેખયંત્રમાં નોધાય છે.

→ આ ભૂકંપ મોજા તેમની વિશેષતાઓ મુજબ વિવિધ ગતિ કરે છે. જે આધારે તેમના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે.

  1. પ્રાથમિક મોજા લહેરો
  2. આડા મોજા લહેરો
  3. ધરાતલીય મોજા લહેરો

ભૂકંપ મોજાના પ્રકાર વિષે જાણવા અહી ક્લિક કરો





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments