Ad Code

ભૂકંપના મોજા / ભૂકંપીય લહેરો (Seismic Waves)


ભૂકંપના મોજા / ભૂકંપીય લહેરો (Seismic Waves)



→ ભૂકંપ થાય છે ત્યારે ભૂકંપના કેન્દ્ર માંથી મોજા ઉત્પન્ન થાય છે. જેને ”ભૂંકપના મોજા” અથવા “ભૂકંપીય લહેરો” કહેવામાં આવે છે.


→ ભૂકંપના આ મોજા ભૂકંપ આલેખયંત્રમાં નોંધાય છે.


→ ભૂકંપના મોજાના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે.


  1. → પ્રાથમિક અથવા લંબાત્મક મોજા (લહેર) (Primary or Push-Pull or P - Waves)


  2. → દ્વિતીયક અથવા ગૌણ અથવા આડા મોજા (Secondary or Transverse or S – Waves)


  3. → ધરાતલીય અથવા સપાટીના મોજા (Surface or Ray Leigh or Loong Period Waves or L - Waves)



પ્રાથમિક અથવા લંબાત્મક મોજા (લહેર) (Primary or Push-Pull or P - Waves)



→ આ ભૂકંપીય લહેરોમાં અણુઓનું કંપન મોજાની ગતિક્રિયા (Movement) ની દિશામાં આગળ – પાછળ થાય છે આથી તેને લંબાત્મક મોજા કહે છે.


→ આ લહેરો ધ્વનિ તરંગોના અનુરૂપ હોય છે.


→ આ ટૂંકી આવૃત્તિવાળા અને ઉચ્ચતરંગ લંબાઈ ધરાવતાં મોજા છે.


→ આ મોજા જ્યારે પૃથ્વીમાંથી પસાર થાય છે ત્યારે વાદળોની ગડગડાટ કે પવનની ગર્જના જેવો અવાજ સંભળાય છે.


→ આ તરંગોની ઝડપ અન્ય તરંગો કરતાં ઝડપી (7- 8 કિ. મી./ સેકન્ડ) છે તથા તે ત્રણેય પ્રકારના ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમમાંથી પસાર થાય છે. પરંતુ ઘન માધ્યમમાં તેની ઝડપ સૌથી વધુ હોય છે. આથી જેમ પદાર્થની ઘનતા વધુ તેમ આ તરંગોની ઝડપ તેમાં વધુ હોય છે.


→ જ્યારે એક પ્રકારના માધ્યમમાંથી બીજા પ્રકારના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની દિશા બદલાઈ જાય છે.


→ “P – Waves” અને “S – Waves” ના પરાવર્તન અને વક્રીભવન ની વિશેષતાઓએ પૃથ્વીની આંતરિક રચના અંગે માહિતી પૂરી પાડે છે.



દ્વિતીયક અથવા ગૌણ અથવા આડા મોજા (Secondary or Transverse or S – Waves)



→ આ ભૂકંપીય લહેરોમાં અણુઓનું કંપન મોજાની ગતિની દિશાને કાટખૂણે ઉપર – નીચે થાય છે. આથી આ લહેરોને આડા મોજા (લહેરો) કહેવામાં આવે છે.


→ આ લહેરો પ્રકાશના અથવા પાણીના તરંગોને મળી આવે છે.


→ ઝડપ : 4 – 6 કિ. મી./સેકન્ડ


→ “S – Waves” પણ કહે છે.


→ “S” મોજા પૃથ્વીમાં ઘણી ઊંડાઈ સુધી પ્રવેશ કેરે છે. પણ તેની ઝડપ “P - waves” કરતાં ઓછી હોય છે.


→ “S – Waves” એ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. આથી સમુદ્રમાં તેઓ શાંત હોય છે.



ધરાતલીય અથવા સપાટીના મોજા (Surface or Ray Leigh or Loong Period Waves)



→ ધરાતલીય લહેર એ પૃથ્વીની ઉપરની સપાટી સુધી જ સીમિત રહે છે.


→ આ મોજા ભૂગર્ભમાં પ્રવેશ કરી શકતા નથી.


→ આ મોજા પૃથ્વી સપાટીના ભાગમાં પરિઘના લાંબા માર્ગે પ્રસરે છે.


→ ઝડપ : 2 – 3 કિ. મી./સેકન્ડ


→ કોઈ પણ તળાવ કે સરોવરમાં પથ્થર નાંખવાથી જેવા મોજા પેદા થાય છે તેવા આ મોજાને ધરાતલીય લહેરો કે સપાટીના મોજા કે “L – Waves” કહેવામાં આવે છે.


→ આ મોજાની તરંગલંબાઈ વધુ અને આવૃત્તિ નિમ્ન હોય છે.


→ આ મોજા પૃથ્વીની આંતરિક રચના વિશે કોઈ માહિતી પૂરા પાડતા નથી.


→ ભૂંકપમાં વિનાશ સર્જવા માટે આ મોજા જવાબદાર છે તથા સમુદ્રમાં પ્રવેશી ત્સુનામીનું કારણ આ જ મોજા છે.






આ માહિતી તમારા દરેક ગ્રુપમાં Share કરવા વિનંતી

Telegram Channel Click Here
Fcebook Page Click Here
Whats App Group Click Here



Post a Comment

0 Comments