Home History Delhi sultanate : Iltutmish |દિલ્હી સલ્તનત : ઇલ્તુત્મિશ (1211 - 1236)
Delhi sultanate : Iltutmish |દિલ્હી સલ્તનત : ઇલ્તુત્મિશ (1211 - 1236)
ઇલ્તુત્મિશ (1211 - 1236)
→ ઐબક ઇલ્તુત્મિશને અણહિલવાડ પાટણના યુદ્ધ દરમિયાન ખરીદ્યો હતો. તે ઐબક નો ગુલામ અને જમાઈ હતો.
→ ઇલ્તુત્મિશ શમ્શી વંશનો અને ઇલ્બરી તુર્ક હતો.
→ તે બદાયુ પ્રાંત નો સૂબો હતો.
→ ઉપાધિ : સેના ઇશ્મ - એ - કલ્બ , કલ્બ એ સુલતાન
→ તે સુલતાન ની ઉપાધિ (ઇ.સ.1229) ધારણ કરનાર દિલ્હીનો પહેલો શાસક હતો.
→ સલ્તનતનો માન્યપ્રાપ્ત પ્રથમ સુલતાન હતો કે જેને ખલીફાએ ખીલ્વત આપીને સુલતાનની પદવી આપી.
→ રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી
→ દરબારી લેખક : મિનહાજ-ઉસ- સિરાજ, મલિક તાજૂઉદ્દીન
→ મંત્રી : જુનૈદી
→ મૃત્યુ : ઇ.સ 1236 માં બીમારીને કારણે તેનું મૃત્યુ થયું હતું.
→ તેણે બંધાવેલા મકબરામાં જ દફન કરવામાં આવ્યો હતો.
સિક્કાઓ
→ તેણે પોતાના નામના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા.
→ તેણે ચાંદીના ટંકા ( 1 ટંકા = 48 જીતલ, જીતલ = 150 ગ્રામ) તેમજ તાંબાના જીતલ સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું.
→ ઇલ્તુત્મિશ પહેલો તુર્ક સુલતાન હતો, જેણે શુધ્ધ અરબીના સિક્કા ચલણમાં મૂક્યા હતા.
યુદ્ધ
→ તેના સમયમાં તરાઇનું ત્રીજું યુદ્ધ થયું.
→ આ યુદ્ધ ઇ.સ 1216 તાજુદ્દીન યલ્દોજ અને ઇલ્તુત્મિશ વચ્ચે થયું.
→ આ યુદ્ધમાં ઇલ્તુત્મિશની જીત થઈ.
→ જેનાથી દિલ્હી સલ્તનત પર ઇલ્તુત્મિશનો પ્રભાવ સર્વોપરી બન્યો.
ઉત્તરાધિકારી
→ તેણે પોતાની પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી.
→ સમગ્ર સલ્તનતમાં રઝિયા એકમાત્ર પ્રથમ અને અંતિમ મહિલા સુલતાના હતી.
કાર્યો
→ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું કાર્ય પૂર્ણ કરાવ્યુ. ( ઉપરના ત્રણ માળ)
→ દિલ્હીમાં ઇલ્તુત્મિશ મકબરાનું નિર્માણ કરાવ્યુ. મકબરા પર કુરાનની આયાતો સુંદર રીતે કોતરવામાં આવેલી છે.
→ દિલ્હીમાં મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ નું નિર્માણ કરાવ્યું. અલાઉદ્દીન ખલજીએ આ મકબરાનો વિસ્તાર કરાવ્યો હતો.
→ અજમેરમાં મસ્જિદ ની સ્થાપના પણ કરાવી . તેણે મકબરા નિર્માણ શૈલીનો જનક કહેવાય છે.
→ તેણે 40 અનુભવી સરદારોના જુથ અર્થાત તુર્કાન-એ-ચિહાલગાનીના સંગઠનની સ્થાપના કરી હતી.
→ ઈકતાની શાસનવ્યવસ્થા તેમજ સુલતાની સેનાનો નિર્માણનો વિચાર સૌપ્રથમ વિચાર ઇલ્તુત્મિશે આપ્યો.
→ અધિકારીઓ અને સૈનિકોને પગાર ઈકતા પ્રથા મુજબ આપવામાં આવતો હતો.
→ તેણે ઈકતા વ્યવસ્થા લાગુ કરી. ( ઈકતાનો શાબ્દિક અર્થ કોઈ એક વ્યક્તિને ચોક્કસ શરતોને આધીન સોપવામાં આવેલ જમીન અથવા જમીન મહેસૂલ એવો થાય છે. પ્રારંભમાં આ ઈકતા પગાર આધારિત હતો. અલ્લાઉદ્દીન ખલજીએ અચાનક આ નાના ઈકતાઓની પ્રણાલી નાબૂદ કરી નાખી.)
→ ઈ.સ. 1226 માં બંગાળને જીતીને તેને દિલ્હી સલ્તનતનું ઈકતા(રાજય) બનવાયુ હતું.
→ બગદાદના ખલીફા ધ્વારા ઇલ્તુત્મિશને "મનસર પત્ર" (આધિકારિક માન્યતા ) મળી.
→ ગજની, સિંઘ. ગ્વાલિયર, શિવાલિક બંગાળ, મુલ્તાન રણથંભોર જીત્યા.
ગ્રૂપમાં જોડાઓ
0 Comments