→ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજતત્વો વગેરે ખોરકના ઘટકો છે. આ ખોરકના ઘટકો આપણા શરીર માટે
જરૂરી છે જેને પોષક તત્વો કહે છે.
→ વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઈડ અને ખનીજતત્વોનો ઉપયોગ કરીને પોતાની ખોરાક બનાવે છે.
→ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
→ સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ (Autotrophs : Auto = સ્વ, troph
= પોષણ) કહેવામા આવે છે.
→ પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. તેઓને પરાવલંબી (Heterotrophs ,
Hetero- પર) કહેવાય છે.
→ સજીવ શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને કોષ (Cell) કહે છે.
→ કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે.
→ કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષોના બનેલા હોય છે.
→ કોષ એક પાતળા આવરણથી આવરીત હોય છે. જેને કોષરસપટલ (Cell Membrane) કહે છે.
→ દરેક કોષમાં ઘટ્ટ, મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષકેન્દ્ર (Nucleus) કહે છે.
→ કોષકેન્દ્રની આસપાસ જેલી જેવુ દ્રવ્ય આવેલું હોય છે જેને કોષરસ (Cytoplasm) કહે છે.
→ વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વ્રારા વાતાવરણમાંનો કાર્બનડાયોક્સાઈડ લે છે. આ છિદ્રો રક્ષક કોશી દ્વ્રારા આવરીટ હોય છે. જેમને
પર્ણરંધ્ર (Stomata) કહેવાય છે.
→ પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય (Chlorophyll) કહે છે.
→ પ્રકાશસંશ્વલેષણ દરમિયાન, પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનો ઉપયોગ કરી
કાર્બોદિતનું સંશ્વલેષણ કરે છે.
→ સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે.
→ વનસ્પતિ પ્રકાશસંશ્વલેષણની ક્રિયા દ્વ્રારા કાર્બોદિત પદાર્થનું સંશ્વલેષણ કરે છે.
→ કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સીજનના બનેલા હોય છે.
→ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે.
→ કિટકોનો આહાર કરતી વનસ્પતિને કીટહારી વનસ્પતિ (Insectivorous Plant) કહેવાય છે.
→ જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતપોષી પોષણ (Saprotrophic Nutrition)
કહેવાય છે.
→ જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવેક હે તેને મૃતોપજીવી (Saprotrophs) કહે છે.
→ કેટલાક સજીવો સાથે જીવે છે તથા સાથે વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને
સહજીવન (સહભાગિતા – Symbiotioc Relationship) કહેવાય છે.
→ છાણિયા ખાતર કે રસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફૉસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે.
→ રાઈઝોબિયમ (Rhizobium) જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે.
પરંતુ રાઈઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી.
0 Comments
Any suggestions, Please comment Below 👇