🖋️ સૌરાષ્ટ્રના ઉત્તરમાં બેડીની ખાડીના મુખથી અંદાજે 30 કિમી દૂર કચ્છના અખાતના પૂર્વ કાંઠે આવેલું છે.
🖋️ સિક્કા બંદર એ બારમાસી પ્રકારનું નોન મેજર બંદર છે.
🖋️ જામનગર જિલ્લામાં આવેલું સિક્કા 1945 સુધી ફક્ત માછીમારોનું એક નાનકડું ગામડું જ હતું.
🖋️ 1949માં અહીં દિગ્વિજય સિમેન્ટ કંપનીની સ્થાપના થઈ અને ત્યારથી આ બંદરનો વિકાસનો પ્રારંભ થયો.
🖋️ સિક્કા બંદરને કુદરતી બારું મળ્યું છે, અહીં કાંપના જમાવની સમસ્યા પણ નથી.
🖋️ નજીકમાં ખડક શૃંખલાઓ આવેલી હોવાથી દરિયાઈ તોફાનો અને વાવાઝોડાં સામે બંદરને કુદરતી રક્ષણ પ્રાપ્ત થાય છે.
🖋️ સિક્કા બંદર પર વર્ષની બધી ઋતુઓ દરમિયાન જહાજ આવન-જાવન કરી શકે છે.
🖋️ સિક્કામાં GNFCના ડાય એમોનિયા ફોસ્ફેટ ફર્ટિલાઈઝર પ્રોજેક્ટ માટે ફોસ્ફોરિક એસિડ અને પ્રવાહી એમોનિયા આયાત કરવા માટે જેટી બનાવાઈ છે.
🖋️ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સિક્કા નજીક ખનીજ તેલની રિફાઈનરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
🖋️ આ રિફાઈનરીના માલની હેરફેર માટે રિલાયન્સે લો-લો અને રો-રો જેટી બાંધી છે અને ક્રૂડ ઓઈલના વહન માટે દરિયામાં પાઈપલાઈન પણ નંખાઇ છે.
🖋️ સિંગારામાં આવેલા ધક્કા પરથી સિંગાય સોલ્ટ વર્ક્સના મીઠાની હેરફેર કરવામાં આવે છે.
🖋️ સિક્કા બંદર પરથી શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની માટે સિમેન્ટ, કોલસા અને ચૂનાના પથ્થરની હેરફેર કરવામાં આવે છે.
🖋️ મીઠું, સિમેન્ટ અને અન્ય ચીજવસ્તુઓની અહીંથી નિકાસ કરવામાં આવે છે અને દેશના અન્ય ભાગોમાંથી કોલસાની આયાત કરવામાં આવે છે.
🖋️ 1946માં નિમાયેલી સમિતિએ સિક્કાને નૌકામથક તરીકે વિકસાવવાની ભલામણ કરી હતી.
🖋️ બંદર વિકાસ માટે નિમાયેલી કસ્તુરભાઈ લાલભાઈ સમિતિએ પણ તેમના અહેવાલમાં સિક્કાના ઊંડા પાણીવાળી કુદરતી બારાન, મીઠા પાણીની ઉપલબ્ધતાની અને સિક્કાની વ્યૂહાત્મક સ્થાનની વિશેષ નોંધ લીધી હતી.
🖋️ મધ્યમ કક્ષાના બંદરોના વિકાસ માટે 1960 માં નિમાયેલી સમિતિના અહેવાલમાં પણ સિક્કાના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું.
0 Comments