Reasons for the Battle of 1857 | ઈ. સ. 1857 ના સંગ્રામના કારણો

💥 રાજકીય કારણ 💥 

🖋️ આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. 

🖋️ ઈ.સ. 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. 

🖋️ તેમણે મૈસૂર-વિગ્રહો કરી, ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. 

🖋️ ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

🖋️ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા.

🖋️ મરાઠા-યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈ.સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. 

🖋️ બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા.

🖋️ જે દેશી રજવાડાં બચ્યાં હતાં તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધાં હતાં. 

🖋️ એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું.

🖋️ ડેલહાઉસીએ એક આક્રમક ખાલસાનીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં. 

🖋️ તેણે પેશ્વા, નાનાસાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. 

🖋️ અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી.

🖋️ પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યા.

💥 વહીવટી કારણ 💥

✒️ કંપનીના વહીવટીતંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. 

✒️ ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. 

✒️ અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ ૫૨ ભારે કરવેરા નાંખ્યા હતા. 

✒️ ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. 

✒️ ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસતંત્ર નિષ્ક્રિય હતું. 

✒️ ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો.

✒️ આ બધી બાબતોએ ઈ.સ. 1857ના સંગ્રામને ઇંધણ પૂરું પાડ્યું. 

💥 આર્થિક કારણ 💥

✒️ ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. 

✒️ તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો.

✒️ તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા.
✒️ તેમને જે જરૂરી માલ હતો. જેમકે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. 

✒️ સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. 

✒️ અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ખેડૂતવર્ગ બરબાદ થઈ ગયો. 

✒️ ભારતના અનેક મહાન વેપારીમથકોનો અંગ્રેજોએ નાશ કરી નાંખ્યો. 

✒️ આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. 

✒️ અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. 

✒️ ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું. 

✒️ જેથી ઈ.સ. 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. 


💥 સામાજિક-ધાર્મિક કારણ 💥

✒️  અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. 

✒️ ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિંદુ અને મુસલમાનોને ખ્રિસ્તીધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમને સરકારનું રક્ષણ હતું. 

✒️ ઈ.સ. 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિંદુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિંદીઓની શંકા વધારે દૃઢ થઈ. 

✒️ અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા તેઓ માનતા કે ભારતીયા ગંદા, રોગિષ્ઠ અને નિમ્નકોટિના છે. 

🖋️ જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. તેમના ઘરો પણ અલગ રહેતાં. 

🖋️ તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. 

🖋️ આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. 

💥 લશ્કરી કારણ 💥

🖋️ ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. 

🖋️ તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી.

🖋️  કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિંદી સૈનિકોના પગારભથ્થા અને સગવડ અત્યંત નિમ્નકોટિના હતા. 

🖋️ કોઈ પણ ભારતીય સૈનિક સૂબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શક્યો નહિ.

🖋️ અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. 

🖋️ ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

🖋️ ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી. 

🖋️ આ બધાં કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. 


 💥તાત્કાલિક કારણ 💥

🖋️ ઈ.સ. 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું, ‘ચરબીવાળા કારતૂસ’.

🖋️ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જુની બ્રાઉન બેઝ રાઇલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઈલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. 


🖋️ આ રાઇલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. 

🖋️ જાન્યુઆરી, 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે, આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચીનો ઉપયોગ થાય છે. 

🖋️ હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા.

🖋️  કારણ કે ગાય હિંદુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માસ વર્ષ (પ્રતિબંધિત) ગણાતું. 

🖋️ હવે તે મોઢામાં મુકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. 

🖋️ સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી.

Post a Comment

0 Comments