Ad Code

Plains of Gujarat | ગુજરાતનાં મેદાનો


ગુજરાતનાં મેદાનો



→ મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણ (Deposition)ની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.


→ ગુજરાતનાં મેદાનો મુખ્યત્વે સાબરમતી, મહી, નર્મદા,તાપી, શેત્રુંજી, ભાદર વગેરે નદીઓના કાંપના નિક્ષેપણથી રચાયા છે.


→ નિક્ષેપણ : માર્ગમાં અવરોધો આવતા અથવા ઘસારણ બળોની વહનશક્તિ ક્ષીણ થતાં વહનબોજ નીચી સપાટીએ અનુક્રમે ઠરવા લાગે છે. વિવિધ કદ – આકારનો ખડક પદાર્થ ક્રમિક ઠરે છે અથવા જમા થાય છે. આ પ્રકિયાને નિક્ષેપણ કહે છે.


→ નિક્ષેપણ થી પુરાણ થતાં નીચી સપાટી ઊંચે આવે છે. તે પ્રક્રિયાને ઉત્પેક્ષણ (Aggradation કહે છે.


→ ગુજરાતમાં મેદાની પ્રદેશ 50% થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.


→ તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ- સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.


→ ગુજરાતમાં એક પણ વિશાળ મેદાન આવેલ નથી જેવાં કે ગંગાના મેદાન જેવુ મેદાન.


મેદાનો



→ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધારવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એકસમાન ખડકરચના ધરાવતાં ભૂમિસ્વરૂપોને મેદાન કહે છે.


→ મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે.


→ મેદાનના ત્રણ પ્રકાર પડે છે.


  1. કિનારાના મેદાન

  2. ઘસરણના મેદાન

  3. નિક્ષેપણના મેદાન



કિનારાના મેદાન



→ સમુદ્રકિનારાથી નજીક આવેલા મેદાનોને કિનારાના મેદાન કહે છે.


→ આ મેદનોના ઉદભવ ખંડિય છાજલીનો વિસ્તાર ઊંચકવાથી આવા મેદાન બન્યા છે.


→ ઘણી વાર આ મેદાનો ઘસારણ ના પરિણામે પણ બને છે .


→ આવાં મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટા ભાગે ખેતી માટે બિનઉપયોગી જોવા મળે છે.


→ કિનારનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ ભારતમાં મલબારનો કિનારો.



ઘસારણના મેદાનો



→ આ મેદાનોનાં ધોવાણ અને ઘસારણનાં બળો જેવાં કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો ભાગ ભજવે છે.


→ ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચપ્રદેશો ઘસાઈને સમતલ બને છે. તેમાં પોચા ખડકો ઝડપથી ઘસાય છે. જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે, આવાં મેદાનોને પેનિપ્લેઈન કહે છે.


→ સૂકા અને અલ્પ વૃષ્ટિ મેળવતા રણપ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણનાં મેદાનો આવેલા છે.


→ ઘસારણનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ દિલ્લીની પશ્વિમે અરવલ્લી પ્રદેશ.



નિક્ષેપણનાં મેદાનો



→ ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહાણબોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે આમ નિક્ષેપણનાં મેદનોની રચના થાય છે.


→ નિક્ષેપણનાં મેદનોમાં ભારતમાં આવેલ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી નદીઓએ મુખ-ત્રિકોણ મેદાન બનાવેલો છે.


→ પંખાકાર મેદાન : નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડકટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. આવાં મેદાનના તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે.


→ મુખ ત્રિકોણ મેદાન : નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગને કારણે તેના મુખ આગળ પુષ્કળ કાંપ ઠલવાતાં ત્યાં જે મેદાનનું નિર્માણ થાય છે તેને મુખ-ત્રિકોણ મેદાન અથવા ડેલ્ટાનું મેદાન કહે છે.


→ લોએસનું મેદાન : પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહનબોજ કોઈ અવરોધ આવતાં અથવા પવનો વેગ ધીમો પડતાં તેનું નિક્ષેપણ થવાના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન કહે છે.


→ લોએસ મેદાનનું ઉત્તમ ઉદાહરણ ચીનમાં પીળી માટીનું મેદાન.


→ ગુજરાતનાં મેદાનોને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.


  1. કચ્છનું મેદાન

  2. સૌરાષ્ટ્રનું મેદાન

  3. તળગુજરાતનું મેદાન




કચ્છનું મેદાન



→ કચ્છના મેદાનો તેના પ્રાદેશિક પ્રદેશના આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

  1. કંઠીનું મેદાન

  2. વાગડનું મેદાન

  3. બન્નીનો પ્રદેશ



→ કંઠીનું મેદાન: કચ્છના દરિયાકિનારાનો વિસ્તાર કે જ્યાં મેદાનો પ્રદેશ આવેલો છે . તેનો આકાર ગળાની કંઠી જેવો હોવાથી આ મેદાન કંઠીના મેદાન તરીકે જાણીતું બન્યું છે. આ મેદાનમાં લેવામાં આવતાં મુખ્યત્વે પાકો ખારેક, ખજૂર, કેરી, કાજુ, બાજરી વગેરે


→ વાગડનું મેદાન : કચ્છના નાના રણ વિસ્તાર અને મોટા રણ વિસ્તાર વચ્ચેનો સમતલ ખેતી લાયક ભાગને વાગડનું મેદાન કહે છે. વાગડનું મેદાન એ બન્ની અને ખાવડા વચ્ચેનો ભૂમિભાગ છે.


→ બન્ની નો પ્રદેશ : કચ્છની ઉત્તરે કે જ્યાં મોટું રણ આવેલું છે ત્યાં ચોમાસામાં નદીઓના કાંપથી સારા એવા પ્રમાણમાં ઘાસ ઊગી નીકળે છે. તેને બન્નીનો પ્રદેશ કહે છે. બન્નીનો પ્રદેશ એ કચ્છના ઘાસના પ્રદેશ તરીકે ઓળખાય છે.



સૌરાષ્ટ્રનાં મેદાની પ્રદેશ



→ સૌરાષ્ટ્રનાં મેદાનો ટ્રેપ ખડકોના ઘસારણથી બનેલા હોવાથી કાળી જમીનનાં ફળદ્રુપ મેદાનો આવેલા છે.


→ સૌરાષ્ટ્રનાં મેદાનો ભાદર અને શેત્રુંજય નદીના પ્રવાહથી બનેલા મેદાનો છે.


→ સૌરાષ્ટ્રનાં મેદાનોને તેના પ્રાદેશિક નામ આધારે સાત વિભાગ (હાલાર, ગોહિલવાડ, ઘેડ, દારૂકાવન, સોરઠ, ઝાલાવાડ, લીલી નાઘેર ) માં વિભાજિત કરવામાં આવે છે.


→ હાલાર : બરડા ડુંગરની દક્ષિણી-પશ્વિમ વિસ્તારના સમુદ્રકિનારા સુધી આવેલો વિસ્તાર કે જેમાં દેવભૂમિ-દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે. આ વિસ્તાર આઝાદી સમયે યુનાઈટેડ સ્ટેસ્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો.


→ ગોહિલવાડ : શેત્રુંજય નદી અને ઘેલો નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ (ભાવનગર) નો વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર દ્રોણમુખથી પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારનું નામ ગોહિલ વંશના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમાદાર કેરી માટે પ્રખ્યાત છે.


→ ઘેડ : માણાવદર (જુનાગઢ) થી લઈને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ધેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.


→ દારૂકાવન : દેવભૂમિ દ્વારકામાં આવેલ બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગનો વિસ્તાર મહાભારતના સમયમાં દારૂકાવન તરીકે ઓળખાતો હતો.


→ સોરઠ : જૂનાગઢ એન ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં સોમનાથ મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે.


→ ઝાલાવાડ : કચ્છના નાના રણથી લઈ નળસરોવર સુધીનો વિસ્તાર (સુરેન્દ્રનગર) ને ઝાલાવાડનો વિસ્તાર કહે છે. આ વિસ્તારનું નામ ઝાલા કુળના રાજવીઓ પરથી પાડવામાં આવ્યું છે. અહીં કપાસનું વાવેતર અને ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.


→ લીલી નાઘેર: ઊના (ગીર સોમનાથ) થી જૂનાગઢના ચોરવાડ સુધી અને ગીરની ટેકરીઓથી દક્ષિણે સમુદ્રકિનારા સુધીના વિસ્તારને લીલી નાઘેર પ્રદેશ કહેવામા આવે છે. આ પદેશમાં મુખ્યત્વે મગફળી અને કેસર નું ઉત્પાદન સૌથી વધુ થાય છે.



તળગુજરાતનાં મેદાની પ્રદેશ



→ તળ ગુજરાતનાં મેદાની પ્રદેશોને ત્રણ ભાગમાં વહેચણી કરવામાં આવી છે.


  1. ઉત્તર ગુજરાતનું મેદાન

  2. મધ્ય ગુજરાતનું મેદાન

  3. દક્ષિણ ગુજરાતનું મેદાન




ઉત્તર ગુજરાતનું મેદાન



→ ઉત્તર ગુજરાતનું મેદાન ગુજરાતના જિલ્લા બનાસકાંઠા,પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માં ફેલયેલું છે.


→ આ મેદાની વિસ્તાર ત્રણ કુંવારીકાઓ નદી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલા છે.


→ આ મેદાનો ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છુટ્ટી પડેલી માટીમાંથી નિર્માણ પામ્યા છે.


→ આ વિસ્તારમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ઉત્તર ગુજરાતને બે ભાગમાં વિભાજિત કરે છે.


→ એક ભાગમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો અર્ધસુકો પ્રદેશ અને બીજા ભાગમાં સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનો પ્રાદેશિક વિભાગનો સમાવેશ થાય છે.


→ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્વિમ ભાગની જમીન રેતાળ જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે.


→ આ મેદાની પ્રદેશમાં “ગોઢ” અને “વઢિયાર” પ્રદેશનો સમાવેશ થાય છે.


→ વઢિયાર પ્રદેશના કારણે અહીંની ભેંસ વઢિયારી ભેંસ તરીકે જાણીતી બની છે.


→ આ મેદાની પ્રદેશમાં ઓછો વરસાદ અને ઊંચું તાપમાન હોવાથી ઉનાળામાં રન જેવી પરિસ્થિતિનો અનુભવ થાય છે.


→ આ વિસ્તારમાં સપાટી પર પાણીનો જથ્થો ઓછો છે, પણ ભૂગર્ભજળ સારા પ્રમાણમાં જોવા મળે છે.


→ ગઢવાડા પ્રદેશ :મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકામાં આવેલો પ્રદેશ ગઢવાડા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં ઘઉંનું વાવેતર વધુ થાય છે.


→ ગોઢાનો પ્રદેશ : બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ ભાગમાં આવેલ અર્ધરણ વિસ્તાર કે જેમાં માટીના ટેકરા જેવા ઊપસેલાં મેદાનો આવેલા છે તેને ગોઢાનું મેદાન કહે છે. આ પ્રદેશમાં બટાકા અને બાજરીનું ઉત્પાદન વધારે થાય છે.


→ ખાખરીયા ટપ્પા : ગાંધીનગર, કડી અને કલોલના વિસ્તાર કે જ્યાં બહોળા પ્રમાણમાં ખનીજ તેલ પ્રાપ્ત થાય છે તે પ્રદેશને ખાખરીયા ટપ્પાનો પ્રદેશ કહે છે. પોશીનો પટ્ટો: સાબરકાંઠામાં આવેલા આદિવાસી જંગલીય વિસ્તારને પોશીના પટ્ટો કહે છે.


→ ચુંવાળ પ્રદેશ : મહેસાણામાં આએલ બહુચરાજી તાલુકાનો વિસ્તાર ચુંવાળ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ થોળ પ્રદેશ : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ થોળ અભ્યારણ્યની આસપાસનો વિસ્તાર થોળ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ વઢિયાર પ્રદેશ : બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર તરીકે જાણીતો છે. આ પ્રદેશ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સુધી વિસ્તરેલો છે. આ પ્રદેશ પરથી અહીંની ભેંસો વઢિયારી ભેંસ તરીકે ઓળખાય છે.


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.



મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ



→ મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે .


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.


→ મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે.


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.


→ મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે.


→ મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે.


→ મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.


  1. સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન)
  2. શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન )
  3. નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)
  4. વિરમગામનું મેદાન



સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન)



→ આ મેદાન ચરોતર પ્રદેશની ઉત્તર- પશ્વિમમાં આવેલું છે.


→ સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં રચાયેલા વિસ્તારને સાબરમતી નદીનું મેદાન કહે છે.


→ આ મેદાન સાબરમતી નદી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.


→ આ વિસ્તારમાં ગોળ માથાવાળા માટીના ટેકરા જોવા મળે છે.


→ આ મેદાનમાં ધંધુંકા, ધોળકા, દસક્રોઈ અને મદાવાદ તાલુકાનાં વિસ્તારોમાં ગોળ માથાવાળી ટેકરીઓ ઉપરાંત થલતેજ અને જોધપુરના ગોળ માથાવાળા ટેકરા આવેલા છે.


→ આ મેદાન બે કાંઠામાં વિભાજિત થાય છે.


  1. નળ કાંઠો : નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદનો પ્રદેશ નળ કાંઠા તરીકે જાણીતો છે.
  2. ભાલ કાંઠો /પ્રદેશ : નળ સરોવરની નીચેનો પ્રદેશ તથા અમદાવાદની દક્ષિણ-પશ્વિમ સુધીનો વિસ્તાર ભાલ કાંઠા તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં કાળી અને ચીકણી માટી આવેલી છે.


શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન)



→ મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતરનો પ્રદેશ તરીકે જાણીતો છે.


→ ચરોતરનો પ્રદેશ મુખ્યત્વે આણંદ અને ખેડા જીલ્લામાં આવેલો છે.


→ આ મેદાની પ્રદેશ મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલો છે.


→ મહી અને ઢાઢર અથવા તો ચરોતર અથવા કાનમ વચ્ચેનો પ્રદેશ વાકળનો પ્રદેશ તરીકે જાણીતો છે.


→ શેઢી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશને માળનો પ્રદેશ કહે છે.


→ મહી નદી દ્વારા આણંદ જીલ્લામાં ઊંડા કોતરોની રચના કરે છે.


→ આ પ્રદેશમાં લોએસ પ્રકારની બેસરની જમીન આવેલી છે.


→ ચરોતરનો પ્રદેશ એ ગુજરાતનાં સોનેરી મુલક તરીકે જાણીતો છે.


→ ખેતીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે.


→ આ વિસ્તારમાં કેળાં, પપૈયાં, ડાંગરનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે.



નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ)



→ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે.


→ વડોદરાના ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા અને ઢાઢરના કાંપથી રચાયેલી છે.


→ આ વિસ્તારમાં કપાસની ખેતી વધુ પ્રમાણમા થાય છે.


→ કાનમના પ્રદેશનો વિસ્તાર ભરૂચ તથા વડોદરા જિલ્લામાં વિસ્તરેલો છે.


→ મધ્ય કાળી જમીન રેગુર તરીકે ઓળખાય છે.


→ આ પ્રદેશ કપાસના પ્રદેશ તરીકે જાણીતો બન્યો છે.



વિરમગામનું મેદાન



→ ભાલ પ્રદેશના નીચા પ્રદેશની ઉત્તર ભાગમાં વિરમગામનું મેદાન આવેલું છે.


→ અમદાવાદ અને મહેસાણા જિલ્લાના આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.


→ આ મેદાની પ્રદેશ કાળી કપાસની જમીન અને મધ્યમ વરસાદના લીધે કપાસની ખેતી માટે અનુકૂળ છે. આથી તેને Viramgam Cotton Zone તરીકે પણ ઓળખવામાં આવે છે.


→ આ મેદાનના પૂર્વભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ છે.


→ આ મેદાનને ફળદ્રુપ બનાવવાનો શ્રેય રૂપેણ નદીને જાય છે.



દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ



→ દક્ષિણ ગુજરાતનું મેદાન પુરના મેદાન તરીકે જાણીતું છે.


→ આ મેદાન ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.


→ તાપી, પુર્ણા, અંબિકા, ઔરંગા, પાર , કોલક, દમણગંગા જેવી નદીઓના નિક્ષેપણથી આ મેદાન રચાયેલું છે. આ નદીઓમાં ચોમાસા દરમિયાન પૂર આવે છે. જે ઘોડાપૂર તરીકે ઓળખાય છે.


→ દક્ષિણ ગુજરાતની નદીઓના વહેણની ઝડપ વધુ હોવાથી તે નિક્ષેપણની સાથે સાથે ધોવાણ કરે છે. આથી આ મેદાન મધ્ય ગુજરાત જેટલું ફળદ્રુપ નથી.


→ લાટનો પ્રદેશ : નર્મદા નદીનો દક્ષિણનો ભાગ કે જ્યાં અંબિકા, કોલક, કીમ અને તાપી નદી વહે છે. આ નદીના પ્રવાહથી રચાતા પ્રદેશને લાટનો પ્રદેશ કહે છે.


→ અનુમૈત્રકકાળ ઉપરાંત રાષ્ટ્રકૂટોના સમયમાં આ પ્રદેશ લાટ તરીકે જાણીતો હતો.


→ ટોલમી નામના વિદેશી પ્રવાસીએ આ પ્રદેશને લાટિકા નામ આપ્યું હતું.


→ દંડકારણ્ય પ્રદેશ : રામાયણના સમયમાં ડાંગનો પ્રદેશ દંડકારણ્ય તરીકે જાણીતો હતો. અહીં શબરીના એઠા બોર રામે ખાધા હતા એવી લોકકથા છે.


→ ખારોપાટ : દરિયા કિનારાની ઝીણી રેતી તથા ક્ષારયુક્ત, કાદવ કીચડવાળા મેદની ભાગને ખારોપાટ કહે છે.


Post a Comment

0 Comments