Ad Code

ગુજરાતી વ્યાકરણ : શબ્દસમૂહ માટે એક શબ્દ (ભાગ - 2 ) | Gujarati Vyakaran Sabdsamuh mate ek shabd |A word for a phrase


શબ્દ સમૂહ માટે એક શબ્દ


  1. વાંકું બોલનારી -કટાક્ષ કરનારી સ્ત્રી → વાંકાબોલી

  2. પથ્થરમાથી કોતરેલું ગાયનું મુખ → ગૌમુખી

  3. સાંજની આરતીનો સમય → ઝાલરટાણું


  4. સમાનાર્થી શબ્દો


  5. સૌભાગ્યની નિશાનીરૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું → મંગલસૂત્ર

  6. વાડમાંથી જવા - આવવાનો થોર કાપીને કરેલો માર્ગ → છીંડું

  7. ઘરેણાં કે મિલ્કત ઉપર વ્યાજે નાણાં આપવાનો ધંધો → શરાફ


  8. શબ્દસમૂહ માટે એક શબ્દ



  9. સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણાં → તગાવી

  10. સૂર્ય જેવુ મુખ ધરાવનાર → સૂર્યમુખી

  11. ત્રણ મહિનામાં એકવાર પ્રગટ થતું સામાયિક → ત્રિમાસિક

  12. નોકરીમાથી નિવૃત થાય પછી મળતું વેતન → પેન્શન

  13. ખાસ માનિતો મુખ્ય વિદ્યાર્થી → પટ્ટશિષ્ય

  14. એક જ સમયમાં થનાર → સમકાલીન

  15. જ્યાં સૂર્ય અસ્ત પામે તે કાલ્પનિક પર્વત → અસ્તાચળ

  16. ધર્મને આધાર બનાવ્યા વિનાનું રાજય → બિનસાંપ્રદાયિક

  17. જેના નયનો સાક્ષાત મૃત્યુ જેવા છે તે → કાળનેત્રી

  18. કન્યા પોતે વાર પસંદ કરે તે સમારોહ → સ્વયંવર

  19. ઘરના મુખ્ય બારણાથી નેવા સુધીનો ખુલ્લો ભાગ → પરસાળ

  20. ગળામાં પહેરવાનું મંત્રેલુ તાવીજ → માદળિયું

  21. દુ:ખ:ના પ્રસંગે વ્યકત કરતો દિલાસો → સહાનુભૂતિ

  22. મિલકતની વહેંચણી અંગે તૈયાર કરેલું વીલ → વસિતનામું

  23. લાગણીથી શરીર પરના રૂંવા ઉભા થઈ જવા → રોમાંચ

  24. પૃથ્વી આકાશના મિલનની કલ્પિત રેખા → ક્ષિતિજ

  25. ચિત્રનું ભુસાઈ જવું તે → ચિત્રવિલોપન

  26. વપરાશમાં ન હોય તેવો કૂવો → ખાડીયો

  27. લોહી વહેડાવવાની ક્રિયા → રક્તપાત

  28. ખોટુ કામ કર્યાની લાગણી → દોષભાવ

  29. માટી કે સિમેન્ટની બનાવેલી છાજલી → પેઢલી

  30. પોતાનો જ મત સાચો તેવી જીદ → હઠાગ્રહ

  31. જેની બુદ્ધિ શાંત છે તે → શાંતમતી

  32. સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી → વૈખરી

  33. સાધુ જેવુ જીવન જીવનાર → સાધુચરિત

  34. અવાજ વગરનું પગલું → નિરવપદ

  35. વડની ડાળીમાંથીફૂટીને લટકતું મૂળ → વડવાઈ

  36. તારાઓનું સમુહ → નક્ષત્ર

  37. રાત્રિ અને દિવસ → રાતદિન, શબોરોજ, અહર્નિશ

  38. પશસ્તિ કરનાર વ્યક્તિ → બંદિજન

  39. ચળકતી છાંટવાળો આરસપહાણ → સંગેમરમર

  40. ખાંડેલા ચોખાનું ઝીણું જટકામણ → કુશકી

  41. જેમાં ચિત્તના ભાવો શમી જાય તે → સમાધિ

  42. મળેલ તકનો સ્વાર્થ માટે ઉપયોગ કરનાર → તકસાધુ

  43. લાંબા સમય સુધી તકે તેવું → ચિરસ્થાયી

  44. પ્રસ્તાવના રૂપે બે બોલ → મિતાક્ષરી

  45. ભગવાનના ચરણ ધોવા વપરાયેલું જળ → ચરણામૃત

  46. પોતાની જાતને છેતરવી → આત્મવંચના

  47. સમુદાયનું નેતૃત્વ કરનાર → આગેવાન, ગણપતિ

  48. હિમનો સરકતો જથ્થો → હિમપ્રપાત

  49. જમ્યા પછી ડાબે પડખે સૂવું તે → વામકૃક્ષી

  50. કુળવાન સ્ત્રી → કુલાંગના

  51. કહી ન શકાય તેવું → અકથ્ય

  52. પાણીનો ગોળો મૂકવાની જગ્યા → પાણિયારું






Post a Comment

0 Comments