- નદીની કાંકરાવાળી જાડી રેતી → વેકરો
- પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી → ખંડીતા
- પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી → વિપ્રલબ્ધા
- પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી → ઉત્કંઠિતા, વિરહોત્કંઠા
- પતિને સ્વાધીન રાખનાર સ્ત્રી → સ્વાધીનપતિકા
- પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી → વાસરશપ્યા
- જેની પત્ની પરગામ ગયેલી હોય તેવો પુરુષ → પ્રોષિતપત્નીક
- પત્ની મરી ગઈ છે તે પુરૂષ → વિધુર
- પતિ-પત્નીનું લગ્નજીવન → દાંમ્પત્ય
- ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ → જનાનો
- નવી પરલેણી સ્ત્રી → નવોઢા
- જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી → સોહાગણ, સૌભાગ્યવંતી, સધવા
- જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી → વિધવા
- પોતાની ધણીની બીજી પત્ની → શોક, સપત્ની
- એક જ વાર ફળનારી સ્ત્રી → કાંકવંધ્યા
- પતિને ત્યજી દીધેલી સ્ત્રી → ત્યક્તા
- જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી → અખોવન
- સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી → અભિસારિકા
- જેનો પતિ પરદેશ ગયો તેવી સ્ત્રી → પ્રોષિતભર્તૃકા
બીજું વાંચો : સમાનાર્થી શબ્દો
- પતી સામે કલહ કરી રૂસણૂં લઈ બેઠેલી સ્ત્રી → કલહાંતરિતાં
- અતિ મૂશ્કેલ કે મોટું કામ → જગન
- અવધિ કે હદ બહારનું → નિરવધિ
- કાગળ બનાવનાર કારીગર → કાગદી
- કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી → પરિખા
- ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી → જંબીલ
- ખોદીને પડતર રાખેલું ખેતર → ચારુ
- ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ → ચંપૂ
- ઘસડાઇને આવેલો કાદવ → ચગું
- ઘોડાનો દાબડાનો અવાજ → પડઘી
- ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી → ચિત્રિણી
- ચિત્રકામ કરનારો → ચિતારો
- ચીરેલો લાકડાનો ટૂકડો → ચિતાળ
- ચોરનું પગલું → પગેરૂ
- જન્મ આપનારી → જનયિત્રી
- જમાઉધારનું તારણ → તારીજ
- તપ વડે પાપ ક્ષીણ કરવું તે → નિર્જરા
- ત્રણ થાંભલાવાળું વહાણ → તરકોશી
- દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ → પંચામૃત
- દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ → નેવેદ
- ધાર કાઠેલું → નિશિત
- નદી પાસેની નીચી જમીન → કાછઇ
- નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો → પુલિન
- નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ → તરાપો
- નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ → તાવરસું
- નાશ પામે તેવું → નશ્વર
- પડછાયારૂપ આકૃતિ → પ્રતિચ્છંદ
- પવિત્ર હોવાનો ઢોંગ કરતું → ચાગલું
- પહાડની તળેટીનો પ્રદેશ → તરાઇ
- વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે → પદચ્છેદ
- રણમા રેતી ઊડીને થતો ઢગલો → ઢૂવો
- મોરના પીંછનો સમૂહ → કલાપ
« Previous Next »
0 Comments