Ad Code

Responsive Advertisement

વારલી ચિત્રકળા | Varli Chitrakla

વારલી ચિત્રકળા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર, ઉમરગામ તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે.
ગુજરાતનાં ડાંગ, વાંસદા, ધરમપુર, ઉમરગામ વિસ્તારના વારલી અને કુંકાણા લોકોના "પચવી" ચિત્રો વારલી ચિત્રકલા તરીકે ઓળખાય છે.


પચવી ચિત્રો એટલે નાગપાંચમના દિવસે દોરવામાં આવતા ભીત ચિત્રો.


આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે.


વારલી અને કુંકાણા આદિવાસીઓના મુખ્ય દેવતા નાગ છે.


આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે.


વારલી ચિત્રકળા એ નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો જોવા મળે છે.


અત્યારના સમયમાં આ ચિત્રો કાગળ અને કેનવાસ પર દોરવામાં આવે છે.


યશોધરા દાલમિયાના ધ પેઈન્ટેડ વર્લ્ડ ઓફ ધ વારલીઝ (The Painted World of the Warlis) પુસ્તક મુજબ આ ચિત્રકળાની પરંપરા ઈ.પૂ. ૨૫૦૦-૩૦૦૦ના સમયકાળની છે.


Post a Comment

0 Comments