જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (1290 -1296)
ખલજી વંશનો સ્થાપક
રાજધાની : કિલોખરી (કુલાગઢી)
ઉપાધિ : જલાલુદ્દીન ફિરોજ
શાસક બનતા સમયે 70 વર્ષની ઉંમર
સહનશીલતા ની નીતિ અપનાવી આકરી સજા ના આપી.
મંગોલ આક્રમણમાં પુત્ર અર્કલીખાનનું મૃત્યુ.
ત્યારબાદ ભત્રીજો અલાઉદ્દીન માટે વધુ પ્રેમ.
કેકુબાદે તેણે સાહિસ્તા ખાની (શાઈસ્તા ખાન) ઉપાધિ આપી હતી.
સૂબેદાર : અલાઉદ્દીન
મુસ્લિમોનો દક્ષિણ ભારતમાં પ્રથમ હુમલો: અલાઉદ્દીને ઇ.સ. 1296માં દક્ષિણ ભારતના રાજય દેવગીરી પર આક્રમણ કર્યું હતું. અહીનો રાજા રામચંદ્રદેવ હતો.
20 જુલાઇ, 1296 ના રોજ યમુના નદીના કિનારે જ અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન ખલજીની હત્યા કરવી નાખી.
જલાલુદ્દીન ની પુત્રીના લગન અલાઉદ્દીન ખલજી સાથે થાય હતા.
મુખ્ય વિદ્રોહ :
તાજુદ્દીન કુચીનનું કાવતરું
સીદી મૌલાનાનું કાવતરું જેને પાછળથી હાથીના પગ નીચે કચડી નખાયો.
ફિરોજશાહ ખલજીના સમયમાં (ઇ.સ.. 1290) કરા (કડા)- માલેકપુરના નાના સૂબેદાર મલેક છજ્જુએ વિદ્રોહ કર્યો, જે તેણે સફળતાપૂર્વક દબાવી દિઘો હતો.
ઇ.સ 1292માં હુલાગુના પૌત્ર અબ્દુલ્લાએ ભારત પર આક્રમણ કર્યું હતું.
0 Comments