→ જન્મ - 12 જાન્યુઆરી , 1863 (કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો.)
→ મૃત્યુ - 4 જુલાઈ , 1902 (બેલુર મઠ)
→ મૂળનામ : નરેન્દ્રનાથ દત્ત
→ પિતા : વિશ્વનાથ દત્ત
→ માતા : ભુવનેશ્વરી દેવી
→ ગુરુ: રામકૃષ્ણ પરમહંસ
ઉપાધિ
→ આધુનિક ભારતના પિતા (નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા)
→ હિંદની સર્જન પ્રતિભા (રવિન્દ્રનાથ ટાગોર દ્વારા)
→ નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.
→ નરેન્દ્રનાથે 1881માં લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
→ પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસાને સંતોષવા માટેના પ્રયત્નો દરમિયાન વર્ષ 1881માં તેમની મુલાકાત દક્ષિણેશ્વર(કોલકાતા)માં આવેલ કાલી મંદિરમાં રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ અને તેમને પોતાના ગુરુ બનાવ્યાં.
→ સ્વામી વિવેકાનંદ ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
→ યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે
વિશ્વ ધર્મ પરિષદ
→ સ્વામીજી મણીલાલ નભુભાઈ દ્વિવેદીના સ્થાને અમેરિકાના શિકાગો ના શહેરમાં 11 સપ્ટેમ્બર, 1893ના રોજ યોજાનારી વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આતા પરિષદમાં રામનાડુંના રાજાએ મોકલ્યા હતા.
→ આ માટે મહારાજા અજિતસિંહે સ્વામી વિવેકાનંદને નાણાંકીય સહાય કરી હતી.
→ આ પરિષદમાં વિવિધ દેશોના ધર્મગુરુઓ ઉપસ્થિત હતાં.
→ આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા હતા.તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
→ ગુજરાતના જૈન ધર્મના પ્રચારક વીરચંદ ગાંધીએ પણ સ્વામી વિવેકાનંદ સાથે આ પરિષદમાં ભાગ લીધો હતો.
→ વીરચંદ ગાંધી અમેરિકાનો પ્રવાસ કરનાર પ્રથમ ગુજરાતી હતા.
→
→ નરેન્દ્રનાથ પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી.
→ ઇ.સ. 1888 માં સ્વામી વિવેકાનંદે પોતાનો મઠ છોડ્યો ત્યારે ભગવદ્ ગીતા અને ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ આ બે પુસ્તક લઈ ને ભારત ભ્રમણ ચાલુ કર્યું હતું.
→ અમેરિકાની પ્રથમ મુલાકાત બાદ ત્યાં તેમણે "વેદાંત સોસાયટી ઓફ ન્યૂયોર્ક" ની સ્થાપના કરી.
→ ઇગ્લેન્ડ થી પરત આવીને 1 મે 1897ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે "રામકૃષ્ણ મઠ"—ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને "રામકૃષ્ણ મિશન"—વિશેષ સેવા માટેની સંસ્થાની સ્થાપના કરી.
રામકૃષ્ણ મિશન
→ સ્વામી વિવેકાનંદે વર્ષ 1897માં કોલકાત્તાના બેલુર ખાતે રામકૃષ્ણ મઠની અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
→ આ સંસ્થા અંગ્રેજીમાં પ્રબુદ્ધ ભારત અને બંગાળીમાં ઉદ્બોધન નામની પત્રિકાઓ દ્વારા રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશના પ્રચાર પ્રસારનું કાર્ય કરવામાં આવે છે.
→ આ મિશન દ્વારા દેશભરમાં અનેક શાળાઓ, દવાખાના તથા અનાથાશ્રમો શરૂ કરવામાં આવ્યા છે.
→ સવામી વિવેકાનંદ દ્વારા પ્રબુદ્ધ ભારત અંગ્રેજી ભાષામાં અને ઉદબોધન બંગાળી ભાષામાં એમ બે સામયિકો શરૂ કરવામાં આવ્યા.
→ કલિફોર્નિયામાં અમેરિકન ભક્ત દ્વારા 160 એકર જમીન મળતા ત્યાં શાંતિ આશ્રમની સ્થાપના કરી હતી.
→ સવામી વિવેકાનંદે અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુકગ્લ યજુર્વેદ ભણાવ્યો હતો.
→ ભારત ભ્રમણ દરમિયાન તેઓ ખેતડી (રાજસ્થાન)ના મહારાજા અજિતસિંહના સંપર્કમાં આવ્યા હતાં. જેમણે નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ નામ સુયવ્યું હતું.
→ સ્વામી વિવેકાનંદની સૌરાષ્ટ્રમાં લીમડી ખાતે ઠાકોર સાહેબ યશવંતસિંહ સાથે મુલાકાત થઇ હતી. આ દરમિયાન તેમણે પંડિત શંકર પાંડુરંગ સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો.
→ ભારતીય દર્શન અને ધર્મના પ્રયાર માટે વર્ષ 1896માં સ્વામીજીએ અમેરિકાના ન્યુયોર્ક ખાતે વેદાંત સોસાયટીની સ્થાપના કરી હતી.
→ અમેરિકામાં સ્વામી વિવેકાનંદની મુલાકાત આઇરિશ મહિલા માર્ગારેટ એલિઝાબેથ નોબેલ સાથે થઈ હતી. જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યાં. સ્વામીજીએ તેમને સિસ્ટર નિવેદિતા નામ આપ્યું હતું.
→ તેમને કન્યાકુમારી ખાતે પ્રબોધન થયું. હાલમાં આ જગ્યાએ વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે જે લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
→ 4 જુલાઇ, 1902ના રોજ 39 વર્ષની નાની વયે બેલુરમઠ ખાતે તેમનું નિધન થયું.
→ ગાંધીજીએ સ્વામી વિવેકાનંદ વિશે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી, તેમના નામમાં જ પ્રેરણા છે.
→ વર્ષ 2013-14માં સ્વામીજીની 150મી જન્મજયંતિની યાદમાં વિવેક એક્સપ્રેસ નામની ટ્રેન શરૂ કરવામાં આવી છે. આસામના દિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી ચાલતી ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન છે.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 2013માં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.
→ છત્તીસગઠના રાયપુર ખાતે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ અને તમિલનાડુ ખાતે વિવેકાનંદ શિલા સ્મારક આવેલ છે.
0 Comments