→ ગુજરાતી સાહિત્યના કવિ અને ચરિત્રકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર કવિ મકરંદ દવેનો જન્મ 13 નવેમ્બર, 1922ના રોજ રાજકોટના ગોંડલ ખાતે થયો હતો.
→ પુરૂ નામ : મકરંદ વજેશંકર દવે
→ ઉપનામ : અલગારી કવી અને સાંઈ
→ તેમને આધ્યાત્મિક કવિતા લખનાર મર્મી કવિ તરીકે પણ ઓળખવામાં આવતા હતાં.
→ તેમણે તેમનું શિક્ષણ ગોંડલ અને રાજકોટ ખાતે લીધું હતું.
→ તેઓ ગઝલ સમ્રાટ 'અમ્રુત ધાયલ'ના પરમ મિત્ર હતા. તથા તેમની સાથે મળીને છીપનો ચહેરો ગઝલ લખ્યું હતું.
→ મકરંદ દવે એ વર્ષ 1942માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. એમને "કુમાર" અને "જયહિંદ દૈનિક"માં સેવા આપી હતી.
→ વર્ષ 1952 થી વર્ષ 1993 દરમિયાન લખાયેલી તેમની ગઝલોમાંથી 120 ગઝલોનો 'હવાબારી' નામના સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
→ તેમણે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયા સાથે લગ્ન કર્યા હતા અને તે બંનેએ મળીને વર્ષ 1987માં વલસાડ પાસે આદિવાસીઓના ઉત્થાન માટે, અધ્યાત્મિક વિકાસ અને સાહિત્ય સર્જન માટે 'નંદીગ્રામ' નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1979 માં "રણજિતરામ સુવર્ણચંદ્રક" અને વર્ષ 1996માં "મેઘાણી ચંદ્રક" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ તેમને "વિશ્વ ગુર્જરી નો ગૌરવ પુરસ્કાર" પણ પ્રાપ્ત થયો હતો.
→ નિધન : 31 જાન્યુઆરી, 2005ના રોજ વલસાડ ખાતે થયું હતું.
0 Comments