પક્ષી જગતનું જાણવા જેવું
પક્ષીઓની આંખો તેના માથામાં લગભગ 50% જગ્યા રોકે છે. અન્ય પ્રાણીઓની આંખો નાની હોય છે.
પક્ષીઓમાં માદા કરતા નર પક્ષી વધુ આકર્ષક અને રંગબેરંગી હોય છે. અને કેટલાક પક્ષી મધુર અવાજ પણ કરી શકે છે.
સામાન્ય રીતે પક્ષીઓના ઈંડા સફેદ હોય છે. પરંતુ અમેરીકાની અને આરાકાની મરઘી લીલા ઈંડા મુકે છે.
પક્ષીઓ પોતાના શરીરના વજનના પાંચમા ભાગ જેટલો ખોરાક રોજ ખાય છે. તેમને ઊડવા માટે વધુ શક્તિની જરુર હોય છે.
યુરોપિયન રેન નામનું પક્ષી વિવિધ પ્રકારના 700 જેટલા અવાજ કરી શકે છે.
ઘૂવડ આંખો ફેરવી શકતું નથી એટલે તેનું માથુ 360 અંશને ખુણે ચારે બાજુ ફેરવી શકે છે. ઘુવડની પાંખોના પીંછા એટલા નરમ હોય છે કે તે ઊડે ત્યારે જરાય અવાજ થતો નથી.
કિવી એકમાત્ર પક્ષી એવું છે કે જેને ચાંચ ઉપર નસકોરા હોય છે. તે આંધળુ હોવાથી ગંધ દ્રારા જ રસ્તો અને ખોરાક શોધે છે.
શિકારી પક્ષી બાજ સૌથી ચપળ પક્ષી ગણાય છે. શિકાર માટે બાજ પાળવાની પરંપરા હતી. કહેવાય છે કે ચંગીઝખાનની સેનામાં 1000 બાજ પક્ષી પણ હતા.
હિમાલયમાં સૌથી વધુ ઉંચાઈએ રહેતું હિમાલયન ખીધ સૌથી વધુ ઉંચાઈએ ઊડી શકે છે. આ ગીધ 8000 મીટર કરતા વધુ ઊંચાઈએ ઊડતા જોવા મળેલા છે.
આફ્રિકાનું કોરી બસ્ટર્ડ પક્ષી 14 કિલો વજનનું હોવા છતા પણ ઉડી શકે છે.
0 Comments