→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય આપણા જીવનના જુદા જુદા તબક્કે સતર્ક ન રહેવાને કારણે થનારી દુર્ઘટનાઓને રોકવાનો છે.
→ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા 4 માર્ચ, 1966ના રોજ મુંબઈ સોસાયટી અધિનિયમ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી તેથી દર વર્ષે 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ રાષ્ટ્રીય સુરક્ષા દિવસને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહના રૂપમાં 4 થી 10 માર્ચ દરમિયાન ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન આયોજીત થતી પ્રત્યેક પ્રવૃતિઓનો ઉદેશ્ય લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો છે.
0 Comments