→ ગ્રામોફોન અને વિધુત બલ્બના શોધક થોમસ આલ્વા એડીસન
વિધુત બલ્બ અને ગ્રામોફોન
→ વિધુત બલ્બની શોધ થોમસ આલ્વા એડીસને કરી હતી. ઓછી વીજળી, વેક્યુમ બલ્બ અને નાની કાર્બોનાઇઝડ ફિલામેન્ટનો ઉપયોગ કરી તેમણે વિધુત બલ્બનો કાર્યકાળ વધાર્યો હતો.
→ વર્ષ 1877માં ગ્રામોફોનની શોધ એ એડીસનની સૌથી મહત્વપૂર્ણ શોધોમાંની એક હતી. આ પ્રથમ મશીન હતું જેમાં માણસનો અવાજ રેકોર્ડ કરી શકાતો અને પછી આ રેકોર્ડિંગ સાંભળી પણ શકાતું હતું.
→ એડીસને સૌપ્રથમ ગ્રામોફોન પર મેરી હેડ અ લિટલ લેમ્બ (Mary had a little lamb) કવિતા રેકોર્ડ કરી હતી.
→ બાળપણમાં ભણવામાં કમજોર હોવાનું જણાવી એડીસનને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જે બાદ તેમની માતાએ એડીસનને ઘરે જ શિક્ષણ આપ્યું હતું.
→ તેઓ બાળપણથી જ વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા હતાં. અને તેમણે અવનવા પ્રયોગો કરવા ઘરમાં જ એક નાનકડી પ્રયોગશાળા ઉભી કરી હતી.
→ વર્ષ 1859માં ડેટ્રોઇટના ગ્રાન્ડ ટ્રંક રેલરોડ પર અખબાર અને કેન્ડી વેચવાનું શરૂ કર્યુ હતું. અહીં જ તેમણે ગ્રાન્ડ ટ્રંક હેરાલ્ડ (Grand Trunk Herald) નામનું સમાચારપત્ર શરૂ કર્યું
→ તેમણે વિધુત બલ્બ અને ગ્રામોફોન ઉપરાંત 1300 થી વધુ શોધો કરી હતી. જેમ કે, આલ્કલાઈન સ્ટોરેજ બેટરી, કાર્બન ટેલિફોન ટ્રાન્સમિટર અને ઓટોમેટિક ટેલિગ્રાફ વગેરે.
→ ઇલેક્ટ્રિક વૉટ રેકોર્ડર મશીન એ વર્ષ 1869માં પેટન્ટ મેળવનાર એડીસનની પ્રથમ શોધ હતી.
→ તેમણે વર્ષ 1891માં મોશન કેપ્ચર કેમેરાની શોધ કરી હતી. તેમણે આ યંત્રનું નામ કિન્ટોગ્રાફ રાખ્યું હતું. વિશ્વનો આ પ્રથમ કેમેરો સેલ્યુલોઇડની ફિલ્મ પર હાલતાં ચાલતાં ચિત્રો બતાવતો હતો.
→ તેમણે ન્યૂ જર્સીમાં મેનલોપાર્કમાં પોતાની પ્રયોગશાળા સ્થાપી હતી. આ પ્રયોગશાળામાં તેઓએ એટલી બધી શોધો કરી કે તેઓ મેનલોપાઈના જાદુગર તરીકે જાણીતા થયા હતાં.
→ તેમણે વેસ્ટ ઓરેન્જ, ન્યૂ જર્સી ખાતે વિશ્વની પ્રથમ ઔધોગિક સંશોધન પ્રયોગશાળા શરૂ કરી હતી.
→ તેમણે વિવિધ સંશોધનો દ્વારા 1000 કરતા વધુ પેટન્ટો તેમના નામે કરી હતી.
→ વર્ષ 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમની વય 67 વર્ષની હતી. આ વયે તેમણે તેમના દેશની સેવા માટે 40 જેટલી જરૂરી શોધો કરી લશ્કરને અર્પણ કરી હતી અને આ રીતે તેમણે દેશ પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતું.
0 Comments