→ ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી
→ તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા અને વર્ષ 1918માં મૈસુર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય શરૂ કર્યું.
બંધારણ નિર્માણમાં યોગદાન
→ તેઓ કોંગ્રેસ પાર્ટી તરફથી બિહારમાંથી બંધારણ સભામાં ચૂંટાયા હતાં.
→ તેમણે બંધારણ સભાની ર્ચાઓમાં સક્રિય પણે ભાગ લીધો હતો તેમણે ઘણાં તર્કબદ્ધ સુધારાઓ સુચવ્યાં હતાં.
→ બંધારણ સભાએ તેમાંથી ઘણા ઓછા સુધારાઓ સ્વીકાર્યા હતાં. પરંતુ પાછળથી બંધારણમાં તેમના ઘણા સુધારાઓ જેવા કે જાહેર સેવકોએ ફરજિયાત સંપત્તિ જાહેર કરવી, કેન્દ્ર-રાજ્ય વચ્ચે સમાન દરજ્જો, બિનસાંપ્રદાયિક શબ્દનો બંધારણમાં ઉમેરો વગેરે કરવામાં આવ્યાં હતાં.
→ તેઓ સમાજવાદ અને રરાષ્ટ્રપતિ સરકારના પ્રબળ હિમાયતી હતાં.
પ્રથમ રાષ્ટ્રપતિ ચુંટણીમાં ઉમેદવારી
→ તેમણે ભારતની પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ સામે અપક્ષ અને સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી. તેઓ માનતા હતા કે દેશના રાષ્ટ્રપતિ અપક્ષ હોવા જોઇએ.
→ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમને વર્ષ 1938માં રાષ્ટ્રીય આયોજન સમિતિ ના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતાં.
→ તેમણે ભારતીય ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ચીનની મુલાકાત લીધી હતી.
→ તેમણે સિકસ્ટી ઇયર્સ ઓફ ઇન્ડિયન ફાઇનાન્સ, ઇન્ડિયન કરન્સી એક્સચેન્જ એન્ડ બેન્કિંગ, વેલ્થ એન્ડ ટેક્સેબલ કેપેસિટી ઓફ ઇન્ડિયા, ફેડરલ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા, સ્પ્લેન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, પ્રોવન્શિયલ ઓટોનોમી જેવા અર્થશાસ્ત્રના મહત્વને સમજાવતા અનેક પુસ્તકો લખ્યા હતાં. આ ઉપરાંત તેમણે ત્રણ નાટકો પણ લખ્યા હતાં.
0 Comments