→ તેમણે મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત કરી અને રોલેટ આંદોલન દરમિયાન વર્ષ 1919 થી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1920માં ખુદાઈ ખિદમતગાર (ભગવાનના સેવકો) નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી હતી.
→ તેમણે પખ્તુન સામયિકની શરૂઆત કરી હતી.
→ વર્ષ 1920માં તેઓ ખિલાફત આંદોલનમાં જોડાયા હતા.
→ વર્ષ 1921માં ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંતમાં જિલ્લા ખિલાફત સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
→ વર્ષ 1930માં દાંડી સત્યાગ્રહ દરમિયાન પશ્ચિમ સરહદી વિસ્તારમાં પણ એક સત્યાગ્રહ થયો હતો જેનું નેતૃત્વ ખાન અબ્દુલ ગફારખાને કર્યું હતું.
→ તેમને વર્ષ 1962માં એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા પ્રિઝનર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.
→ વર્ષ 1968માં તેમને નહેરુ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
→ વર્ષ 1987 માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ તેઓ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલ પ્રથમ વિદેશી નાગરિક હતા.
0 Comments