Ad Code

લોકપાલ | Lockpal

ભારતીય તટરક્ષક દળ દિવસ
લોકપાલ

Website

લોકપાલ સ્થાપના દિવસ

→ ભારતમાં સૌપ્રથમવાર 16 જાન્યુઆરી, 2025ના રોજ 'લોકપાલ સ્થાપના દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

→ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં પ્રથમ લોકપાલ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

→ 16 જાન્યુઆરી, 2014ના રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013ની કલમ 3 લાગુ થવાની સાથે જ ભારતના લોકપાલની સ્થાપના થઈ હતી.

→ ભારતમાં લોકપાલ એ ભ્રષ્ટાચાર વિરોધી એક વૈધાનિક (કાયદાકીય) સંસ્થા છે.

→ ભારતમાં સરકારી અધિકારીઓ તથા વડાપ્રધાન સહિતના રાજનેતાઓ સામે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદો તેમજ ભ્રષ્ટાચારના કેસો અંગે તપાસ કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

→ ભારતમાં લોકપાલનો મુખ્ય ઉદ્દેશ સરકારમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર અટકાવવાનો છે અને ઉચ્ચ સ્થાને બિરાજમાન ભ્રષ્ટાચારી અધિકારી કે રાજનેતાને સજા અપાવવાનો છે.


લોકપાલનું માળખું

→ ભારતમાં લોકપાલમાં 1 અધ્યક્ષ અને વધુમાં વધ 8 અન્ય સભ્યોની નિમણૂક કરી શકાય છે.

→ આ આઠ સભ્યોમાંથી 50% એટલે કે ઓછામાં ઓછા ચાર સભ્યો જ્યડિશિયલ હોય છે. બાકીના ચાર સભ્યો નોન જ્યુડિશિયલ હોય છે.

→ લોકપાલના કુલ સભ્યોમાંથી 1 અલ્પસંખ્યક, 1 ST, 1 SC, 1 OBC અને એક મહિલા સભ્યોનો સમાવેશ થાય છે.


લોકપાલના અધ્યક્ષ બનવાની લાયકાત

→ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 મુજબ લોકપાલના અધ્યક્ષ બનવાની લાયકાત આ પ્રમાણે છે :

  1. તેમની ઉંમર ઓછામાં ઓછી 45 વર્ષની હોવી જોઈએ.
  2. તેઓ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ હોવા જોઈએ.
  3. તેઓ ભ્રષ્ટાચાર અથવા વિરોધી નીતિ, જાહેર વહીવટ, તકેદારી, વીમો અને બેન્કિંગ, કાયદો અને વ્યવસ્થાપન સહિતની બાબતોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી વિશેષ જ્ઞાન અને કુશળતા ધરાવતા હોવા જોઈએ.

લોકપાલના અધ્યક્ષ કોણ ન બની શકે ?

નીચેની વ્યક્તિઓ લોકપાલના અધ્યક્ષ બની શકતી નથી :
  1. સંસદ સભ્ય અને ધારાસભ્ય
  2. 45 વર્ષથી નીચેની વયની વ્યક્તિ
  3. જે વ્યક્તિને જાહેર સેવામાંથી હટાવવામાં આવ્યા હોય તે
  4. નફાકારક હોદ્દો અથવા લાભનું પદ ધરાવતા હોય (લોકપાલ બન્યા બાદ અન્ય પદ પરથી રાજીનામું આપવું ફરજિયાત)
  5. રાજકીય પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિ
  6. નૈતિક ગેરવર્તણૂકના કોઈપણ ગુનામાં દોષિત વ્યક્તિ
  7. પંચાયત અથવા નગરપાલિકાના સભ્યો

લોકપાલનો કાર્યકાળ

→ લોકપાલના અધ્યક્ષ તથા તેમના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ અથવા તા 70 વર્ષની ઉંમર બંનેમાંથી પહેલા જે પૂરું થાય તે હોય છે.


લોકપાલનો પગાર

→ લોકપાલના અધ્યક્ષનો પગાર ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પગાર જેટલો હોય છે.

→ જ્યારે લોકપાલના અન્ય સભ્યોનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પગાર જેટલો હોય છે.


લોકપાલની નિમણૂક

→ લોકપાલની નિમણૂક કરવા માટે તથા લોકપાલની યોગ્યતા ધરાવતા સભ્યો માટે 'શોધ સમિતિ” (Search Committee)ની રચના કરવામાં આવે છે, જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે.

→ આ સમિતિ લોકપાલની “પસંદગી સમિતિ'ને લોકપાલ અને તેના સભ્યોના નામોની ભલામણ કરશે.

→ લોકપાલના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ “પસંદગી સમિતિ’ની ભલામણથી કરે છે.

→ લોકપાલની “પસંદગી સમિતિ'માં નીચેના સભ્યોનો સમાવેશ થાય છે :

  1. ભારતના વડાપ્રાધન (અધ્યક્ષ)
  2. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ
  3. લોકસભાના વિરોધ પક્ષના નેતા/li>
  4. લોકસભાના અધ્યક્ષ (સ્પીકર)
  5. એક પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી

નોંધ:

→ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જો આ કમિટીના સભ્ય બનવા ન માંગતા હોય તો તેઓ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશને તેના સભ્ય બનાવી શકે છે.

→ આ કમિટીના સભ્ય તરીકે કાયદાશાસ્ત્રની નિમણૂક અન્ય ચાર સભ્યોની ભલામણ દ્વારા કરવામાં આવે છે.



લોકપાલનું કાર્યક્ષેત્ર તથા સત્તા

→ 'લોકપાલ તથા લોકાયુક્ત અધિનિયમ, 2013' અનુસાર ભારતમાં લોકપાલનું કાર્યક્ષેત્ર તથા સત્તાઓ આ પ્રમાણે છે :

→ કોઈપણ વ્યક્તિ જે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ હોય તેની તપાસ કરી શકશે.

→ કેન્દ્ર સરકારના ગ્રુપ A, B, C, D સ્તરના અધિકારીઓ, પ્રધાનમંત્રી તથા અન્ય મંત્રીઓ વગેરે લોકપાલના કાર્યક્ષેત્ર અંતર્ગત આવશે, જેના વિરુદ્ધમાં લોકપાલ ફરિયાદો સાંભળી શકશે.

→ સશસ્ત્ર દળો તથા ન્યાયપાલિકા લોકપાલના કાર્યક્ષેત્ર અંતર્ગત આવશે નહીં.

→ જો વડાપ્રધાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તો લોકપાલ તપાસ કરશે. પરંતુ તે અમુક ચોક્કસ શરતોને આધીન રહીને જ કરી શકાશે. જેમ કે પ્રધાનમંત્રી સામેના આક્ષેપો જો આંતરરાષ્ટ્રીય સંબંધો, બાહ્ય અને આંતરિક સલામતી, જાહેર હુકમ,અણુ ઊર્જા કે અવકાશ સાથે સંબંધિત હોય તો લોકપાલ તપાસની મંજૂરી આપશે નહીં.

→ આ ઉપરાંત પ્રધાનમંત્રી સામેની ફરિયાદોની તપાસ ત્યાં સુધી નહીં કરવામાં આવે યાં સુધી લોકપાલના ઓછામાં ઓછા બે તૃતીયાંશ જેટલા સભ્યો એ માટેની મંજૂરી આપે.

→ પ્રધાનમંત્રી વિરુદ્ધની આ પ્રકારની પૂછપરછ કેમેરા સામે કરવામાં આવશે તથા જ લોકપાલ એ નિષ્કર્ષ પર આવે કે ફરિયાદ બરતરફીને પાત્ર છે તો પૂછપરછના રેકોર્ડ્સ પ્રકાશિત કરવામાં આવશે નહીં.

→ લોકપાલને CBI ઉપર દેખરેખ રાખવાની સત્તા છે. ઉપરાંત 'ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988' હેઠળની તમામ ફરિયાદ માટે તેનું કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે.

→ લોકપાલ પોતાના સભ્યો વિરુદ્ધની ફરિયાદો માટે પણ કાર્ય કરી શકે છે.

→ લોકપાલ પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સોંપે છે અને રાષ્ટ્રપતિ તેને સંસદના બંને ગૃહો સમક્ષ મૂકાવે છે.


ભારતમાં લોકપાલનો ઈતિહાસ

→ ભારતમાં ઈ.સ. 1963માં શ્રી લક્ષ્મીમલ સિંઘવીએ સૌપ્રથમ 'લોકપાલ' શબ્દ આપ્યો હતો.

→ ભારતમાં ઈ.સ.1966માં શ્રીમતી ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા શ્રી મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલા વહીવટી સુધાર આયોગ દ્વારા ભારતમાં લોકપાલ જેવી સંસ્થાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

→ ભારતમાં મે, 1968 દરમિયાન સૌપ્રથમ વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ થયું હતું. પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું.

→ ભારતમાં છેલ્લે 'લોકપાલ અને લોકાયુક્ત બિલ, 2013' ડિસેમ્બર, 2013માં ભારતીય સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર કરવામાં આવ્યું હતું. જેને 1 જાન્યુઆરી, 2014ના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.અને 'લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013' નામનો આ એક્ટ ભારતમાં 16 જાન્યુઆરી, 2014થી અમલમાં આવ્યો છે.

→ વિશ્વમાં લોકપાલ અને લોકાયુક્તના ઉદ્ભવના બીજ 19મી સદીની શરૂઆતમાં રોપાયા હોવાનું માનવામાં આવે છે.

→ ઈ.સ.1809માં સૌપ્રથમ સ્વીડનમાં 'ઓમ્બડસમેન' (Ombudsman) નામથી લોકપાલ જેવી જ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

→ ભારતમાં લોકપાલના પ્રથમ અધ્યક્ષ: શ્રી પિનાકી ચંદ્ર થોષ હતા.

→ લોકપાલ બિલ પાસ કરાવવા માટે વર્ષ 2011માં શ્રી અન્ના ધજારેના નેતૃત્વમાં આંદોલન થયું હતું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments