→ તેઓ કેળવણીકાર, ઉમદા દેશભકત, ચુસ્ત ગાંધીવાદી, સરળ વહીવટકાર અને સરળ વ્યકિતત્વ ધરાવનાર વ્યક્તિ હતાં. તેમણે ભારતના શિક્ષણ ક્ષેત્રમાં નોંધનીય યોગદાન આપ્યું હતું.
→ તેઓ વર્ષ 1952માં રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં.
→ તેમણે વર્ષ 1956 થી 1958 સુધી યુનેસ્કોની કાર્યકારીણીમાં ભારતના પ્રતિનિધિ તરીકે કામ કર્યુ હતું.
→ તેઓએ વર્ષ 1957 થી 1962 સુધી બિહાર રાજયના રાજયપાલ તરીકે સેવા આપી હતી.
→ તેઓ વર્ષ 1962 થી 1967 દરમિયાન ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતાં.
→ વર્ષ 1967માં ભારતના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યાં હતાં.
→ તેઓ સૌથી ઓછા સમયગાળા માટે હોદ્દા પર રહેનારા રાષ્ટ્રપતિ હતાં.
→ તેમનું ચાલુ કાર્યકાળ દરમિયાન નિધન થયું હોય તેવા પ્રથમ રાષ્ટ્રપતિ હતાં.
→ આમ, તેમણે રાષ્ટપતિ, ઉપરરાષ્ટ્રપતિ અને રાજયપાલ એમ ત્રણ પદ શોભાવ્યા હતા.
→ તેમને વર્ષ 1954માં પદ્મવિભૂષણ અને વર્ષ 1963માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ તેમણે અંગ્રેજી ભાષામાં Capitalism અને Essay in Understanding તેમજ હિન્દી ભાષામાં શિક્ષા નામના પુસ્તકો લખ્યા લખ્યા હતાં.
→ તેઓએ 23 વર્ષની વયે દિલ્હી ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જે આજે જામિયા-મિલિયા યુનિવર્સિટી નામે ઓળખાય છે તેમજ વર્ષ 1948માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા હતાં.
→ તેમની સ્મૃતિમાં ભારત વિભાગ દ્વારા વર્ષ 1969માં બહાર પાડવામાં આવી હતી .
0 Comments