→ જન્મ : 7 ફેબ્રુઆરી, 1812 (ઇંગ્લેન્ડના પૉર્ટ્સમાઉથ)
→ અવસાન : 9 જૂન, 1870 (ઇંગ્લેન્ડના રોચેસ્ટર)
→ મહાન અંગ્રેજી સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સ
→ 19મી સદીનો સમયગાળો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ કહેવાય છે. ડિકન્સ આ વિક્ટોરિયન યુગના અગ્રગણ્ય સાહિત્યકાર હતા.
→ વર્ષ 1836-37માં તેમણે પ્રથમ નવલકથા ધ પિકવિક પેપર્સ લખી. જેમાં સેમ્યુઅલ પિકવિક નામના સજ્જને સ્થાપેલી પિકવિક કલબ અને કામગીરીની વાર્તા છે.
→ તેમની નવલકથા રમુજ, કટાક્ષ તેમજ ચરિત્ર અને સમાજ પ્રત્યે ઉત્સુકતા માટે જાણીતી છે. તેમની મોટાભાગની નવલકથા માસિક અથવા સાપ્તાહિકોમાં પ્રકાશિત થતી હતી.
→ તેમની પ્રખ્યાત નવલકથાઓમાં ઓલિવર ટ્વિસ્ટ, ધ ઓલ્ડ ક્યુરિયોસિટી શોપ, ધ ક્રિસ્મસ કેરોલ, ડેવિડ કોપરફિલ્ડ, હાર્ડ ટાઈમ્સ ગ્રેટ એક્સપેક્ટેશનનો સમાવેશ થાય છે.
→ તેમની નવલકથાઓ પરથી નાટકો, કાર્ટૂન ફિલ્મો અને સિરિયલઓ પણ રજુ થઈ હતી.
→ ગુજરાતી ભાષા સહિત વિશ્વની અનેક ભાષાઓમાં તેમની નવલકથાઓનો અનુવાદ થયો છે.
→ ધ મિસ્ટરી ઓફ એડવિન ડુડ તેમની અધૂરી નવલકથા છે.
→ લંડનના ડિકન્સના નિવાસસ્થાને તેમના જીવનની ઝાંખી દર્શાવતું ડિકન્સ મ્યુઝિયમ આવેલું છે, આ મ્યુઝિયમે સૌપ્રથમવાર ડિકન્સની કલર તસવીર તૈયાર કરીને તેની વેબસાઈટ પર રજૂ કરી હતી.
0 Comments