→ આધુનિક સમયના સર્વાધિક પ્રસિદ્ધ ગાયકોમાંના એક એવા ભીમ સેન જોશી
→ તેમને બાળપણમાં કિરાના ઘરાનાના ગાયક અબ્દુલ કરીમ ખાન પાસેથી ગાયકીની પ્રેરણા મળી હતી.
→ તેમણે ધારવાડના સવાઈ ગાંધર્વને પોતાના ગુરુ માની સંગીતની તાલીમ લીધી હતી.
→ તેઓ કિરાના સંગીત ઘરાનાથી સંબંધ ધરાવતા હતાં.
→ તેમણે ગાંધર્વ વિધાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું તથા ઠુમરી અને ભજનોમાં તેમની સારી પકડ હતી. આ ઉપરાંત, તેઓ ખ્યાલ ગાયિકીના પણ નિષ્ણાંત હતાં.
→ પિયા મિલન કી આશ અને મિલે સૂર મેરા તુમ્હારા જેવા ગીતોએ તેમને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી હતી.
→ તેમણે કલાશ્રી તથા લલિત ભટિયાર રાગોનું સર્જન કર્યું હતું.
→ તેમના દ્વારા ભટ્ટકત સંગીતમાં કન્નડ, હિન્દી અને મરાઠીમાં ગાવામાં આવેલા ભજનો ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. આ ઉપરાંત, તેમણે અનેક ચલચિત્રોમાં પાર્શ્વ ગાયન પણ કર્યુ હતું.
→ તેમને પ્રસિદ્ધ ફિલ્મ આંખે માટે પાર્શ્વ ગાયનનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
→ તેમણે વર્ષ 1953માં તેમના મિત્ર વસંતરાય દેશપાંડેની મદદથી સવાઇ ગાંધર્વ સંગીત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ નિયમિત રીતે પૂના ખાતે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાય છે.
0 Comments