Ad Code

રઘુરામ રાજન | Raghuram Rajan

રઘુરામ રાજન
રઘુરામ રાજન

→ ભારતના પૂર્વ આર્થિક સલાહકાર રઘુરામ ગોવિંદ રાજનનો જન્મ ૩ ફેબ્રુઆરી, 1963ના રોજ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે થયો હતો.

→ તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે વર્ષ 1987માં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદમાંથી એમ.બી.એ.ની ડિગ્રી તથા વર્ષ 1991માં મેસાયુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-અમેરિકામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે 1998 થી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની એકેડેમિક કાઉન્સિલના સ્થાપક સભ્ય તરીકે સેવા આપી છે.

→ તેમણે વર્ષ 2003 થી 2007 દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)માં આર્થિક સલાહકાર અને અનુસંધાન નિર્દેશક તરીકે ફરજ બજાવી હતી.

→ તેમણે વર્ષ 2013 થી 2016 દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના 23મા ગવર્નર તરીકે સેવા આપી છે.

→ તેઓ ગ્રૂપ ઓફ થર્ટીના સભ્ય રહ્યા હતા, જે વિશ્વના ટોચના અર્થશાસ્ત્રીઓ, ફાઇનાન્સ મેનેજરો અને શિક્ષણવિદ્દોનો સમૂહ છે.


પુસ્તકો

→ તેઓ જાન્યુઆરી, 2003માં અમેરિકન ફાઇનાન્સ એસોસિયેશન દ્રારા ફિશર બ્લેક પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યકિત હતાં. આ પુરસ્કાર 40 વર્ષથી ઓછી ઉંમરના અર્થશાસ્ત્રીને વિત્તીય સિદ્ધાંતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.

→ તેમણે વર્ષ 2004માં લુઇગી જિગૈલ્સ સાથે મળીને Saving Capitalism from Capitalists નામનું પુસ્તક લખ્યું હતું.

→ આ ઉપરાંત તેમણે વર્ષ 2010માં Fault Lines: How Hidden Fractures Still Threaten the World Economy? પુસ્તક લખ્યું હતું. જેને Goldman Sachs Group દ્વારા વર્ષ 2010ની અર્થ-વ્યાપારશ્રેણીના સર્વોત્તમ પુસ્તકથી નવાજવામાં આવ્યું છે.

→ તેમને નાસકોમ (The National Association of Software and Service ciation Companies) દ્વારા વર્ષ 2011માં ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ તથા વર્ષ 2016માં શ્રેષ્ઠ સેન્ટ્રલ બેંકરનો એવોર્ડ ધ બેંકરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments