→ સ્વતંત્રતા સેનાની, સમાજિક કાર્યકર્તા અને પ્રથમ કેન્દ્રીય મહિલા મંત્રી રાજકુમારી અમૃતકૌરનો જન્મ કપુરથલાના શાહી પરિવારમાં થયો હતો.
→ તેમણે ઇંગ્લેન્ડમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓએ જલિયાવાલા બાગ હત્યાકાંડ અને ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઇ વર્ષ 1919થી કોગ્રેસની ગતિવિધિઓમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
→ વર્ષ 1930માં 'દાંડીકૂચ' અને 1942ના 'હિંદ છોડો આંદોલન' જેવા સ્વતંત્રતા આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેમણે આદિત્ય નારાયણ અને એ.વી.મલિકની મદદથી ‘લિંક’ અને 'પૈટ્રિયાટ’ સમાયારપત્રોની શરૂઆત કરી હતી.
સામાજિક ક્ષેત્રે યોગદાન
→ તેઓ મહિલા અને અસ્પૃશયોના કલ્યાણ માટે કાર્યરત હતા. તેમજ તેઓ બાળવિવાહ અને પરદાપ્રથાની વિરુદ્ધ હતાં. આથી તેઓ છોકરીઓની શિક્ષા માટે વિવિધ કાર્યો કર્યા હતા.
→ તેમણે ભારતીય બાળ કલ્યાણ પરિષદ અને અખિલ ભારતીય મહિલા સંમેલનની સ્થાપના કરી તેમજ દિલ્હીમાં સ્થાપિત 'મોલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ' સંસ્થાની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1934થી ગાંધીજીના આશ્રમના ખાશ્રમના અંતેવાસી બન્યાં આમ તેમણે ભૌતિક સુવિધા છોડી સરળ અને સાદગીભર્યું જીવન સ્વીકાર્યું.
→ વર્ષ 1950માં તેઓ 'વિશ્વ સ્વાસ્થ સંગઠન'ના અધ્યક્ષ તરીકે નિયુકત થનાર પ્રથમ એશિયન મહિલા હતાં.
→ તેમને સ્વતંત્ર ભારત સરકારના પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી તરીકે સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેઓ પ્રથમ કેબિનેટ મહિલા મંત્રી બન્યા હતા તેમજ તેઓ મૃત્યુ સુધી રાજયસભાના સભ્ય રહયાં હતાં.
0 Comments