Ad Code

અચ્યુત પટવર્ધન | Achyut Patwardhan

અચ્યુત પટવર્ધન
અચ્યુત પટવર્ધન

→ જન્મ : 5 ફેબ્રુઆરી, 1905 (અહમદનગર, મહારાષ્ટ્ર)

→ અવસાન : 5 ઓગસ્ટ, 1992 (વારાણસી)

→ સતારાના સિંહ તરીકે જાણીતા


→ તેમણે અર્થ શાસ્ત્ર વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી.

→ યુરોપના દેશોના પ્રવાસો અને વાંચનથી તેમના પર સમાજ્વાદી વિચારોનો ઊંડો પ્રભાવ પડયો હતો.

→ તેમણે 1934માં કૉંગ્રેસની અંદર ‘કૉંગ્રેસ સમાજવાદી પક્ષ’ની સ્થાપના કરી.

→ 1936માં અચ્યુત પટવર્ધન કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બન્યા.

→ 1935થી 1941 સુધીના ગાળામાં તેમણે સમાજવાદ અને સમાજવાદી પ્રવૃત્તિઓ અંગેની તાલીમ આપવા માટે અનેક શિબિરો યોજી.

→ 1942ની ‘હિંદ છોડો’ની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધેલો.


સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન

→ તેઓએ સવિનય કાનૂન ભંગ આંદોલન અને હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ તેમણે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં સતારા, નંદુરબાર અને મહાડ માં લોકશક્તિ આંદોલન ચલાવ્યું હતું. તે સમયે આ આંદોલન એટલું પ્રબળ બન્યું હતું કે સતારામાં સમાંતર સરકારનું ગઠન થયું હતું. આ કારણે તેમને સતારાના શેર અને સત્યાગ્રહના સિંહ જેવી ઉપાધિઓ મળી હતી.

→ તેઓ ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપક સભ્ય પણ બન્યા હતાં.

→ તેમણે કોમ્યુનલ ટ્રાઈ - એંગલ ઓફ ઈન્ડિયા (હિંદનો કોમી ત્રિકોણ) અને આઇડિયોલોજી એન્ડ પર્સપેક્ટિવ ઓફ સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા જેવા પ્રસિદ્ધ પુસ્તકો મળીને 100થી વધુ પુસ્તકો અને પેમ્ફલેટ લખ્યાં હતાં.

→ જીવનનાં અંતિમ દિવસોમાં તેઓ મહારાષ્ટ્રમાં બંધુતા અને સમતાના આધાર પર આદર્શ ગ્રામ નિર્માણના કાર્યમાં પ્રયત્નશીલ હતાં.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments