→ રોટરી ક્લબ દ્વારા વર્ષ 1988માં પોલિયોની નાબૂદી માટે 24 ઓક્ટોબરને વિશ્વ પોલિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
→ પોલિયોની રસીના શોધક જોનાસ સાલ્ડના જન્મદિવસ નિમિત્તે 24 ઓક્ટોબરને વિશ્વ પોલિયો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલિયો રોગ વિશે
→ પોલિયો મલાઇટિસ નામના વાયરસ (વિષાણુ) થી થાય છે. તે પિકોના વાઇરસ (RNA) નો પ્રકાર છે. આ રોગને ખંજપગું તરીકે ઓળખવામાં આવે છે.
→ પોલિયો વાઇરસના ૩ પ્રકારો છે. (1.) ટાઇપ - 1, (2) ટાઇપ-2, (3) ટાઇપ - ૩ જે ચેતાતંત્રને અસર કરે છે.
→ 15 વર્ષથી નીચેના બાળકોમાં જો પોલિયોનો કેસ જોવા મળે તો તેને AFP (એક્યુટ ફલેસિડ પેરાલિસીસ ) કહે છે.
→ પોલિયાની ઉદ્ભવ અવધિ (IP) :- 7 થી 14 દિવસ છે. આ રોગનો વાઇરસ પાણીમાં 4 મહિના અને મળમાં 6 મહિના સુધી જીવિત રહે છે.
→ લક્ષણ :- સામાન્ય રીતે ચેતાતંત્રમાં નબળાઈ, સાધારણ તાવ, ગળામાં ચેપ લાગવો, ગરદનના સ્નાયુ જકડાઈ જવા. જો પોલિયોનો વાઇરસ શરીરમાં પ્રસરી જાય તો લકવો થવાની સંભાવના રહે છે.
→ ફેલાવો : - ફિકો ઓરલ રૂટ દ્વારા ચેપી વ્યક્તિના મળમાં વાઇરસ નીકળી વાતાવરણ દૂષિત કરે તથા ખાધસામગ્રી અથવા પાણી દ્વારા અન્ય વ્યક્તિમાં પ્રવેશે છે. આ વાઇરસ જુલાઈ થી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વધારે ફેલાય છે.
→ નિદાન :- સ્ટ્રેલ (મળનો નમૂનો), બ્લડ સેમ્પલ લેવામાં આવે છે
→ રસીકરણ :- પોલિયોમાં 2 રસી આપવામાં આવે છે.
OPV (Oral polio vaccine) : તેની શોધ આલ્બર્ટ રોબિને વર્ષ 1963માં કરી હતી. તે મોં દ્વારા ટીપાં પીવડાવવામાં આવે છે.
IPV (Inactivated polio vaccine) :તેની શોધ જોનાસ સાલ્કે વર્ષ 1955 માં કરી હતી.
IPV
OPV
→ મૃત રસી છે.
→ જીવંત રસી છે.
→ તે સ્નાયુમાં આપવામાં આવે છે.
→ તેને પીવડાવવામાં આવે છે.
→ એપીડેમિક વખતે ઉપયોગ થતો નથી.
→ એપીડેમિક વખતે ઉપયોગ થાય છે.
→ બુસ્ટર ડોઝ આપવામાં આવતો નથી.
→ બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
→ IPVનો એક ડોઝ 14 માં અઠવાડિયે આપવામાં આવે છે.
→ બાયવેલન્ટ OPV ના કુલ 5 ડોઝ આપવામાં આવે છે.
→ રસીમાં વપરાતી TOPV (ટ્રાયલેન્ટ - ઓ. પી .વી)ની જગ્યાએ 25 એપ્રિલ, 2016 થી BOPV (બાયવેલન્ટ -ઓ.પી. વી ) આપવામાં આવે છે.
→ પોલિયોની નાબૂદી માટે ભારતે વર્ષ 1995માં પલ્સ પોલિયો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેમાં 0-5 વર્ષની ઉંમરના બાળકોને ઓરલ પોલિયો વેક્સીન આપવામાં આવે છે.
→ સૌપ્રથમ સામૂહિક કાર્યક્રમનું આયોજન 9 ડિસેમ્બર 1995ના રોજ કરવામાં આવ્યું હતું.
→ વર્ષ 1996માં 'દો બુંદ જિંદગી કે' ના સૂત્ર (બ્રાન્ડ એમ્બેસેડર - અમિતાભ બચ્ચન) દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
→ વર્ષ 2014માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર સ કર્યો હતો.
→ ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011માં જોવા મળ્યો હતો.
→ ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ 2007માં અમરેલીમાં જોવા મળ્યો હતો.
→ 'રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ' 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.
0 Comments