સ્વર : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે અન્ય કોઇપણ વર્ણની સહાયતા વિના થઇ શકે તેને 'સ્વર' કહે છે.
સજાતીય સ્વર :
વિજાતીય સ્વર
વ્યંજન : જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો નથી, પણ કોઇપણ સ્વરની મદદથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે તેવા વર્ણને 'વ્યંજન' કહે છે.
સ્પૃષ્ટ : જીભ કે ઓષ્ઠના સ્પર્શથી થતા પ્રયત્નને 'સ્પૃષ્ઠ' પ્રયત્ન કહે છે.
ઇષત્સ્પૃષ્ટ : ઓષ્ઠ અને જીભના સૂક્ષ્મ સ્પર્શથી થતા પ્રયત્નને 'ઇષત્સ્પૃષ્ટ' પ્રયત્ન કહે છે.
વિવૃત : વધારે મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'વિવૃત્ત' પ્રયત્ન કહે છે.
ઇષદવિવૃત : સહેજ મુખ ખોલીને ઉચ્ચારતા ધ્વનિઓને 'ઇષદવિવૃત' પ્રયત્ન કહે છે.
સંવૃત : સામાન્ય રીતે મુખ બંધ રાખીને બોલવાથી થતા ઉચ્ચારણ ધ્વનિને 'સંવૃત' પ્રયત્ન કહે છે.
વિવાર : મુખ ખોલીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'વિવાર' કહેવામાં આવે છે.
સંવાર : મુખ સંકોચીને ઉચ્ચારાતા ધ્વનિઓને 'સંવાર' કહેવામાં આવે છે.
અઘોષ : જેમાં ઉચ્ચારણ વખતે સ્વરતંત્રીઓમાં કંપન ન થવાથી નાદ ઉત્પન્ન થતો ન હોય તે ધ્વનિઓ- 'અઘોષ' કહેવામાં આવે છે.
ઘોષ : જેમાં ઉચ્ચારણમાં સ્વરતંત્રીઓનાં કંપનથી નાદ ઉત્પન્ન થાય તેને 'ઘોષ' કહેવામાં આવે છે.
અલ્પપ્રાણ : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતાં હવાની ઓછી જરૂર પડે તેને 'અલ્પપ્રાણ' કહે છે.
મહાપ્રાણ : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતાં હવાના વધારે જથ્થાની જરૂર પડે તેને 'મહાપ્રાણ' કહે છે.
અંતઃસ્થ : જે વ્યંજનોનું ઉચ્ચારણ ગળાના અંદરના ભાગથી થાય છે તેને 'અંતઃસ્થ' કહે છે.
ઉષ્માક્ષર : જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી ઉષ્મા બહાર આવે છે તેને 'ઉષ્માક્ષર' કહે છે.
અનુનાસિક : જે વ્યંજનોનું ઉચ્ચારણ મુખ અને નાસિકામાંથી થાય છે તેને 'અનુનાસિક' કહે છે.
'કંઠ્ય': જેના ઉચ્ચારણમાં જીભનું મુળ કોમળ તાલુને સ્પર્શી કંઠમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તેને 'કંઠ્ય' વ્યંજનો કહે છે.
તાલવ્ય : જેના ઉચ્ચારણમાં જીભનો મધ્યભાગ કઠોર તાલુને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેથી તેને 'તાલવ્ય' વ્યંજનો કહે છે.
મૂર્ધન્ય : જેના ઉચ્ચારણમાં જીભનો અગ્રભાગ ઊલટીને કઠોર તાલુના કોઈપણ ભાગને સ્પર્શી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેથી તેને ‘મૂર્ધન્ય' વ્યંજનો કહે છે.
દંત્ય : જેના ઉચ્ચારણમાં જીભ ઉપલા દાંતને સ્પર્શી ધ્વનિઓ ઉત્પન્ન કરે છે. આથી તેને 'દંત્ય' વ્યંજનો કહે છે.
ઓષ્ઠય : જેનું ઉચ્ચારણ બંને ઓષ્ઠના પરસ્પર સ્પર્શથી થાય છે તેવા વ્યંજનોને 'ઓષ્ઠય' વ્યંજનો કહે છે.
કંઠતાલવ્ય : 'એ' અને 'ઐ' ના ઉચ્ચાર સ્થાન કંઠ અને તાલુ બંને હોવાથી એમને 'કંઠતાલવ્ય' કહે છે.
કંઠયૌષ્ઠય : 'ઓ' અને 'ઓ' નાં ઉચ્ચાર સ્થાન કંઠ અને ઓષ્ઠય બંને હોવાથી એમને 'કંઠયૌષ્ઠય' કહે છે.
દંત્યૌષ્ઠય : 'ય' નાં ઉચ્ચાર સ્થાન દંત્ય અને ઓષ્ઠ બંને હોવાથી એને 'દંત્યૌષ્ઠય' કહે છે.
સંયુક્ત વ્યંજન : બે અથવા વધારે વ્યંજનો કે સ્વરો જોડાવાથી થતો વ્યંજન.
0 Comments