Ad Code

રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ | National Wildlife Week 2 to 8 October

રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ
રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ

→ પ્રાણીઓ અને વનસ્પતિ જીવનના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં દર વર્ષે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 'રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ' ની ઉજવણી કરવામાં આવે છે.

→ આ અભિયાન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને વન્યજીવન બચાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે.

→ શરૂઆતમાં, વર્ષ 1955માં વન્યજીવન દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે પછીથી વર્ષ 1957માં વન્યજીવન સપ્તાહ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો હતો.

→ પ્રથમ વખત વન્યજીવન સપ્તાહની ઉજવણી વર્ષ 1957માં કરવામાં આવી હતી.


ભારતમાં વન્યજીવ(wild life)નું સંરક્ષણ

→ ભારતમાં વન્યજીવના સંરક્ષણ માટે નીચેનાં પગલાં લેવામાં આવ્યાં છે

  1. BNHS (Bombay Natural History Society, 1883)ની સ્થાપના
  2. WWF – India (World Wildlife Fund, 1969)ની સ્થાપના
  3. TRAFFIC – India (Trade Record Analysis of Flora and Fauna in Commerce)ની સ્થાપના
  4. વિવિધ વન્ય જીવોના સંરક્ષણ માટેની કાયદાકીય જોગવાઈઓ
  5. UNESCOના MABનું એક રાષ્ટ્રીય ઘટક તરીકે નવપ્રસ્થાન (1971)
  6. CITES (Convention on International Trade in Endangered Species of Wild fauna and flora(1976)ના સભ્ય
  7. હંગલ (1970), સિંહ (1972), વાઘ (1973), મગર (1974) અને બદામી-શિંગડાંવાળાં હરણ (1981) જેવી ભયગ્રસ્ત જાતિઓ માટે સંરક્ષણ-પરિયોજનાઓનો પ્રારંભ (
  8. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવોનાં અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણ-(biosphere reserves)નું નિર્માણ.
  9. WF, IUCN, UNEP (United Nations Environ-mental Programme), ICBP (International Council for Bird Protection) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વૈશ્ર્વિક સ્તરે વન્યજીવોના સંરક્ષણની સમસ્યાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે.


વન્યજીવોના સંરક્ષણ માટે ધારાકીય જોગવાઈઓ

→ વન્યજીવોમાં થતો ઘટાડો અટકાવવા સમયાંતરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે; જે પૈકી મહત્ત્વના કાયદાઓ આ પ્રમાણે છે

  1. મદ્રાસ વાઇલ્ડ લાઇફ ઍક્ટ, 1873
  2. ઑલ ઇન્ડિયા એલિફન્ટ પ્રિઝર્વેશન ઍક્ટ, 1879
  3. વાઇલ્ડ બર્ડ ઍન્ડ ઍનિમલ પ્રોટેક્શન ઍક્ટ, 1912
  4. બંગાલ ર્હાઇનૉસિરૉસ પ્રિઝર્વેશન ઍક્ટ, 1932
  5. આસામ ર્હાઇનૉસિરૉસ પ્રિઝર્વેશન ઍક્ટ, 1954
  6. ઑલ ઇન્ડિયા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ, 1972, જેને 1983, 1986 અને 1991માં સુધારવામાં આવ્યો.


Theme 2024

→ "Wildlife Conservation Through Coexistence."

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments