આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ | International Day of Non-Violence
→ દર વર્ષે 2 ઓકટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ શિક્ષણ અને અહિંસાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો તેમજ અહિંસાના સિદ્ધાંતનું મહત્વ, શાંતિ, સહનશીલતા, સમાનતા તથા અહિંસાની સંસ્કૃતિને સુરક્ષિત કરવાનો છે.
→ જાન્યુઆરી ૨૦૦૪માં, ઇરાની નોબેલ વિજેતા શિરીન ઇબાદીએ મુંબઇના વર્લ્ડ સોશિયલ ફોરમમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણાવતા પેરિસના એક હિન્દી શિક્ષક પાસેથી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો.
→ સંયુકત રાષ્ટ્ર (UN) ની સામાન્ય સભાએ 15 જૂન, 2007ના રોજ ઠરાવ પસાર કરી 2 ઓકટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો હતો.
→ 2 ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ હોવાથી તેમના સિદ્ધાંત, સત્ય અને અહિંસાના ભાગરૂપે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ મહાત્મા ગાંધીના મતે, અહિંસા એ માત્ર એક ફિલસૂફી નથી પરંતુ કાર્ય કરવાની પદ્ધતિ છે. તે હૃદય પરિવર્તનનું સાધન છે. 'સત્ય અને અહિંસા' એ ગાંધીવાદી વિચારધારાના બે મૂળ સિદ્ધાંતો છે.
0 Comments