→ પૂરું નામ : બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (બ. ક. ઠાકોર)
→ ઉપનામ: સેહની, વલ્કલ
→ અવસાન : 2 જાન્યુઆરી, 1952 (મુંબઇ)
બિરુદ
→ આધુનિક કવિતાના જ્યોતિર્ધર
→ સોનેટના પિતા
→ અગેય પ્રવાહીના સર્જક
→ નજીકના મિત્રવર્તુળમાં તેઓ બલુકાકા નામથી ઓળખાતા હતા.
→ પંડિતયુગના મહત્વનાં સર્જકોમાં તેમનું નામ આગળ પડતું છે.
→ તેમણે વર્ષ 1889માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે B.A.ની ડિગ્રી મેળવી હતી.
→ વર્ષ 1891માં પૂના ડેક્કન કોલેજમાં M.A.ના અભ્યાસ અર્થે જોડાયા હતા.
→ કોલેજ જીવન દરમિયાન તેઓએ મણિલાલ દ્વિવેદીની પ્રેરણાથી સાહિત્ય સર્જન શરૂ કર્યુ હતું.
→ તેમણે ભણકાર નામથી ગુજરાતી સાહિત્યના સોનેટની ભેટ આપી હોવાથી તેમને સોનેટના પિતા કહેવામાં આવે છે.
→ સોનેટમાં તેઓએ સૌપ્રથમ વાર પૃથ્વી છંદ પ્રયોજયો હતો.
→ સોનેટ સાહિત્ય પ્રકાર ઇટલીમાં મહાન કવિ દાન્તે ખેડયો છે, જે હંમેશા 14 પંક્તિમાં જ લખાય છે.
→ તેઓ વર્ષ 1895માં કરાંચીની ડી.જે.સિંધ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ, તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના અધ્યાપક તરીકે રહયા હતા.
→ તેમણે વર્ષ 1896માં બરોડા કોલેજમાં અંગ્રેજી, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કર્યુ હતું. ત્યારબાદ તેઓ અજમેરની સરકારી કોલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનના અધ્યાપક રહ્યા હતા.
→ તેમણે વર્ષ 1914માં પૂનાની ડેક્કન કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું.
→ વર્ષ 1923માં પૂનાની ડેક્કન કોલેજને અંતિમ અભિવાદન રૂપે લખેલું કાવ્ય વડલાને છેલ્લી સલામમાં યૌવન અને ઘડપણ વચ્ચેનું અંતર દર્શાવ્યું છે.
→ વર્ષ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે હિટલર - બ્લિટ્ઝરા નામની કૃતિ લખીને યુદ્ધ અને તેનાથી થનારા નુકસાન અંગે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
→ અમેરિકન કવિ જોન રસેલની નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન અમર પંક્તિને જીવનસૂત્ર બનાવનાર બળવંતરાય ઠાકોરે વિવેચન માટે કલાસખી અને શાસ્ત્રીસખી શબ્દપ્રયોગ કર્યો હતો.
→ તેમણે અંગ્રેજીમાં લખેલા ઇતિહાસ નિબંધ The Uses of History માટે ગગા ઓઝા પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
→ તેમને અંગ્રેજ સરકાર દ્વારા દીવાન બહાદુરનો ખિતાબ પ્રાપ્ત થયો હતો.
→ તેઓ ગુજરાતી ભાષાના પ્રથમ ભવિષયવાદી કવિ ગણાય છે.
સાહિત્યસર્જન
→ સોનેટ : ભણકાર ભાગ 1, 2, વર્ષની એક સુંદર સાંજ, વધામણી, જૂનું પિયરઘર, મોગરો, પ્રેમની ઉષા, મ્હારા સોનેટ, વિરહ, પ્રેમનો દિવસ
→ કાવ્ય સંગ્રહ : યુગ મુબારક, માજીનું સ્તોત્ર, ગાંડી ગુજરાત, ખેતી, એક તોડેલી ડાળ
→ નાયક : ઉગતી જુવાની, લગ્નમાં બ્રહ્મયર્ય અથવા સંયોગે વિયોગ
0 Comments
Any suggestions, Please comment Below 👇