ચૌલ રાજાઓનું વહીવટી તંત્ર
ચૌલ રાજાઓનું વહીવટી તંત્ર
→ ચૌલ રાજાઓનું વહીવટી તંત્ર આધુનિક વિકેન્દ્રિકરણની પદ્ધતિ મુજબ હતું.
વહીવટી તંત્ર અને તેના નામો
→ પ્રાંત : મંડલમ્
→ જિલ્લો : કોટ્ટમ્, વલનાડુ
→ તાલુકો : કૂરમ્
→ ગામ : ગ્રામમ્
કેન્દ્રીય વહીવટીતંત્ર
→ રાજા : સર્વોપરી સત્તા ધરાવતો.
→ તે રાજ્યનો વહીવટ ચલાવવા માટે મંત્રીઓ અને વિભાગીય વડાઓની સલાહ અવશ્ય લેતો.
→ યુવરાજ : રાજાનો ઉત્તરાધિકારી 'યુવરાજ' કહેવાતો.
→ તે રાજાને શાસનમાં સહાયરૂપ બનતો.
→ ચૌલ શાસનમાં વારસા-વિગ્રહ જોવા મળતો ન હતો.
લશ્કરી વિભાગ
→ કણમ : સૈનિકોની છાવણી
→ અહીં સૈનિકોને લશ્કરી તાલીમ આપવામાં આવતી.
→ બ્રાહ્મણ સેનાપતિઓ બ્રહ્માધિરાજ કહેવાતા.
→ આ ઉપરાંત મજબૂત નૌકાસૈન્ય પણ હતું.
પ્રાંતીય વહીવટી તંત્ર
મંડલમ્
→ વહીવટી સંચાલન માટે રાજ્યના મંડલમ્ (પ્રાંત) નામના ભાગ બનાવ્યા હતા.
→ મંડલમના ઉપ-વિભાગો : વલનાડુ, નાડુ અને ગ્રામ
→ મંડલમના વડા : તેના વડા તરીકે અધિકારીની નિયુક્તિ થતી.
→ મંડલમનો વડો રાજાને જવાબદાર રહી પોતાનાં કાર્ય કરતો.
→ તેનાં કાર્યોમાં અન્ય અધિકારીઓ પણ સહાયરૂપ થતા.
સ્વાયત્ત સંસ્થાઓ
→ ચૌલ વહીવટની વિશેષતા તેની સ્વાયત્ત સંસ્થાઓ હતી.
→ રાજ્યના પ્રત્યેક મંડલમમાં લોકોની બનેલી પ્રથમ સભા હતી.
→ પ્રત્યેક નાડુમાં 'નાટર' નામે સભા હતી, જે સ્થાનિક લોકોની બનેલી હતી.
→ પ્રત્યેક નગરમાં નગરના વેપારીઓની બનેલી નગસ્તાર નામે સભા હતી.
→ ઉદ્યોગ કે વેપાર કરનારાઓ માટે શ્રેણી કે પૂગ જેવી સંસ્થાઓ હતી.
ગ્રામ્ય વહીવટ
→ ગ્રામ્ય વહીવટ માટે મુખ્યત્વે બે સંસ્થાઓ કાર્યરત હતી.
→ ઊર : સર્વસામાન્ય ગામડાઓમાંની સંસ્થા હતી.
→ મહાસભા (સભા) : અગ્રહાર ગામો (વિદ્વાન બ્રાહ્મણોને દાનમાં પ્રાપ્ત થયેલ ગામો)ની બનેલી સંસ્થા.
→ આવી સંસ્થા મુખ્યત્વે કાંચી અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળતી.
વહીવટી સંસ્થાઓની વિશેષતા
→ આ વહીવટી સંસ્થાઓ પુખ્તવયના નાગરિકોની બનેલી હતી.
→ ગામના લોકો દ્વારા તેમની ચૂંટણી થતી.
→ ચૂંટણી અને સભાના સભ્યપદ માટે નિશ્ચિત નિયમો હતા.
→ સભાસદોની ચૂંટણી એક વર્ષ માટે થતી.
→ અપરાધી કે ગુનેગાર વ્યક્તિને સભ્યપદ માટે ઊભા રહેવાનો અધિકાર ન હતો.
→ સભાની બેઠકો ગામના મંદિરના ચોકમાં કે કોઈ મોટા વૃક્ષ હેઠળ ભેગી થતી.
વહીવટી સંસ્થાઓની સત્તા
→ આ સંસ્થાઓ ગામની જમીનની માલિક ગણાતી.
→ સંસ્થાઓ દ્વારા નવી જમીન ખરીદી શકાતી અને ધાર્મિક કાર્ય માટે જમીન વેચી પણ શકાતી.
→ જમીનની ઊપજનું મહેસૂલ નક્કી કરતી તેમજ ઉઘરાવી સરકારમાં જમા કરાવતી હતી. આ સંસ્થાઓ જમીનની માપણી કરવામાં રાજ્યના અધિકારીઓને મદદ કરતી.
→ જમીનના ઝઘડા, નહેરોના પાણી અંગેના વિવાદોનો આ સંસ્થા દ્વારા નિકાલ કરવામાં આવતો.
→ સંસ્થા સ્થાનિક ગુનાઓ અંગે ન્યાય, બજારોનું નિયમન, કરવેરા નાખવા જેવી બાબતોની પણ સત્તા ધરાવતી હતી.
ચૌલ શાસનમાં જાહેર કાર્યો માટેની સમિતિઓ
→ પંચવારિયમ્ : સર્વસામાન્ય વહીવટને લગતાં કામો
→ અરિવારિયમ્ : તળાવ અને બાગની સુવિધા
→ સિંચાઈ : સિંચાઈની વ્યવસ્થા અને વહીવટ
→ ન્યાય: ન્યાય અંગેનું કાર્ય
→ મંદિર : મંદિરોનો વહીવટ કરતી
0 Comments